Home /News /ipl /

સચિનને મળ્યો વિરાટ કોહલી તો RCB એ લખ્યું- એક સાથે 170 આંતરરાષ્ટ્રીય સદી, કોહલીએ આપી પ્રતિક્રિયા

સચિનને મળ્યો વિરાટ કોહલી તો RCB એ લખ્યું- એક સાથે 170 આંતરરાષ્ટ્રીય સદી, કોહલીએ આપી પ્રતિક્રિયા

બેંગ્લોર અને મુંબઈ વચ્ચેની મેચ બાદ વિરાટ કોહલી સચિન તેંડુલકરને મળ્યો. (PIC-RCB/Twitter)

IPL 2022: આરસીબીએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. વર્તમાન લીગમાં આરસીબીની આ ત્રીજી જીત હતી જ્યારે મુંબઈને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ વિરાટ કોહલી દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને મળ્યો હતો.

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB_ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આઇપીએલ 2022 (IPL 2022) ની અઢારમી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે બે રનથી તેની અડધી સદી ચૂકી ગયો હતો. કોહલીને દક્ષિણ આફ્રિકાના પ્રતિભાશાળી ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આરસીબીએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. વર્તમાન લીગમાં આરસીબીની આ ત્રીજી જીત હતી જ્યારે મુંબઈને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ વિરાટ કોહલી દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને મળ્યો હતો.

    સચિન અને વિરાટની મીટિંગનો ફોટો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. RCBએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે,'એક તસવીરમાં 170 આંતરરાષ્ટ્રીય સદી.' જોકે ચાહકો કોહલીની 71મી સદીની રાહ જોઈ રહ્યા છે.



    વિરાટ કોહલીએ છેલ્લે 2019માં આંતરરાષ્ટ્રીય સદી ફટકારી

    વિરાટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ડે નાઈટ ટેસ્ટ મેચમાં બનાવી હતી. આવી સ્થિતિમાં કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારતા બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વિરાટે પોતાના ટ્વિટર હેન્ડલ પર સચિનને ​​મળ્યાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. વિરાટે કેપ્શન લખ્યું, 'પાજી તમને મળીને હંમેશા આનંદ થાય છે.'



    કોહલીએ 4 મેચમાં 106 રન બનાવ્યા છે

    33 વર્ષીય કોહલીએ વર્તમાન IPLની 4 મેચોમાં 135.89ના સ્ટ્રાઈક રેટથી કુલ 106 રન બનાવ્યા છે, જેમાં 48 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ દરમિયાન વિરાટે 8 ફોર અને 2 સિક્સર ફટકારી છે. કોહલી આઈપીએલમાં આરસીબી તરફથી બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB અત્યાર સુધી ચાર મેચમાં ત્રણ જીત નોંધાવવામાં સફળ રહી છે. તે પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Sachin tendulkar career, Virat kohli innings, આઇપીએલ

    આગામી સમાચાર