Home /News /ipl /IPL 2022: RCB સામે સૂર્યકુમાર યાદવની 'નમસ્તે' ઉજવણી પાછળનું રહસ્ય શું છે? ફ્રેન્ચાઇઝીએ કર્યો ખુલાસો
IPL 2022: RCB સામે સૂર્યકુમાર યાદવની 'નમસ્તે' ઉજવણી પાછળનું રહસ્ય શું છે? ફ્રેન્ચાઇઝીએ કર્યો ખુલાસો
સૂર્યકુમાર યાદવનું નમસ્તે સેલિબ્રેશન ખૂબ પ્રખ્યાત છે. (PIC-MI/Twitter)
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સૂર્યકુમારની તસવીર તેમજ તેના માતા-પિતાનો ફોટો શેર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ કેપ્શનમાં લખ્યું, 'ઉજવણી પાછળનું કારણ! પરિવારની સામે રમવાથી વિશેષ કંઈ ન હોઈ શકે.' આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 120 રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) ભલે આઈપીએલની 15મી સિઝનની શરૂઆત સારી ન કરી હોય પરંતુ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) પોતાની યોગ્યતા સાબિત કરવામાં સફળ રહ્યો છે. આ જમણા હાથના બેટ્સમેને વર્તમાન IPL (IPL 2022) ની બે મેચમાં બે અડધી સદી ફટકારી છે. સૂર્યકુમાર અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની છેલ્લી મેચમાં 37 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા.
આરસીબી સામે મુંબઈના આ બેટ્સમેને અનોખી રીતે અડધી સદીની ઉજવણી કરી હતી. અડધી સદી પુરી કર્યા બાદ તેણે દર્શકોને જોઈને બેટ ઊંચુ કર્યું અને બંને હાથ ઉપર લઈ જઈને 'નમસ્તે સેલિબ્રેશન' (Namaste celebration) કર્યું હતું. જોકે આ મેચમાં રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈનો પરાજય થયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સૂર્યકુમારની તસવીર તેમજ તેના માતા-પિતાનો ફોટો શેર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ કેપ્શનમાં લખ્યું, 'ઉજવણી પાછળનું કારણ! પરિવારની સામે રમવાથી વિશેષ કંઈ ન હોઈ શકે.' આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 120 રહી છે.
જ્યારે સૂર્યકુમારે 'નમસ્તે સેલિબ્રેશન' કર્યું ત્યારે દર્શકોના મનમાં એક જ સવાલ હતો કે તેની પાછળનું કારણ શું છે. જ્યારે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના પિતા અશોક કુમાર યાદવ અને માતા સ્વપ્ના યાદવ પુત્રને પ્રોત્સાહિત કરવા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં હાજર હતા. આ બેટ્સમેને તેના માતા-પિતાને નિરાશ કર્યા નથી. સૂર્યકુમારની વિસ્ફોટક ઇનિંગ્સના આધારે મુંબઈની ટીમ 150ના આંકડાને સ્પર્શવામાં સફળ રહી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર