IPL 2022: વિરાટ કોહલી (Virat Kohli) આ વર્ષે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. છેલ્લા સતત પ્રદર્શનોમાં કોહલીની આક્રમકતા અને રનના સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, વિરાટ કોહલીને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ તેની સલાહ તેના મિત્ર અને આદર્શ યુવરાજ સિંઘ (Yuvraj singh)એ આપી છે. સ્પોર્ટ્સ 18ના ખાસ શો (Sports 18) હોમ ઓફ હીરોઝ (Sports 18 Home of Heros)માં આજે સાંજે 7.00 વાગ્યા સ્પોર્ટ્સ-18 ચેનલ પર યુવરાજ સિંઘનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ જોવા મળશે. યુવરાજે આ ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલી (Virat Kohli) રિષભ પંત (Rishabh Pant) અને ભારતના ક્રિકેટના આજ અને કાલ પર ચર્ચાઓ કરી છે. યુવરાજના મતે કોહલીએ એક મુક્તિ વ્યક્તિ છે. તેણે પોતાના ફોર્મમાં પરત ફરવા પહેલાં જેવું મુક્ત વ્યક્તિ બનવું પડશે.
સ્પોર્ટ્સ 18ના શો હોમ ઓફ હીરોઝમાં વાત કરતા યુવરાજે કહ્યું કે 'કોહલીના કાર્ય સિદ્ધાંતો મેં 15 વર્ષમાં જોયેલા કોઈ પણ ખેલાડી કરતા ચાર ગણા વધારે સારા છે. આ જ સિદ્ધાંતોના કારણે તે પુનરાગમન કરશે. સ્વાભાવિક છે કે હાલની જે સ્થિતિ છે તેને જોતા તે પણ ખુશ નથી અને લોકો પણ ખુશ નથી. કારણ કે આપણે તેને મોટા કિર્તીમાનો સર કરતો જોયેલો છે. એક પછી એક સદી મારતો વિરાટ આપણે જોયો છે. જોકે, દરેક શ્રેષ્ઠ ખેલાડીના જીવનમાં આ સમય આવે છે.' સ્પોર્ટ્સ-18ના બે ઈન્ટરવ્યૂના પાર્ટમાં યુવરાજે આ જણાવ્યું હતું.
વિરાટે શું કરવું જોઈએ?
યુવરાજે ટાંક્યું કે ' વિરાટે પહેલાં જેવો મુક્ત વ્યક્તિ બનવાની જરૂરી છે. જો તે પોતાની જાતને પહેલાં જેવો બનાવી શકે અને ઢાળી શકે તે તો તેની રમતમાં પરિવર્તન જોવા મળશે. વિરાટે પોતાના સમયના સૌથી ટોચના ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું છે. વિરાટે આ સ્થાન તેની આકરી મહેનત અને સિદ્ધાંતો થકી મેળવ્યું છે.
હોમ ઓફ હીરોઝ એ ભારતીય રમતગમતની અગ્રણી હસ્તીઓ સાથે મુક્ત અને નિખાલસ વાતચીત હશે. આ મુલાકાતો દરમિયાન, ભારતના કેટલાક અગ્રણી ખેલાડીઓ અને મહિલાઓ એથ્લેટ તરીકેના તેમના જીવન અને સમય વિશે પ્રતિબિંબિત રજૂ કરશે અને તેમની રમત પર પ્રભુત્વ ધરાવતા મુખ્ય મુદ્દાઓ પર તેમના પરિપ્રેક્ષ્ય રજૂ કરશે. આ વાતચીત મુક્ત, નિખાલસ અને ઘનિષ્ઠ હશે. આ શ્રેણીમાં દર્શકોને તેમના રમતગમતના હીરોઝને નવા અંદાજમાં અનુભવવા માટે આમંત્રિત કરશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર