સમુદ્રની વચ્ચે એકબીજામાં ડૂબી ગયા વિરાટ-અનુષ્કા, જાણો- કોણે ક્લિક કરી આ સુંદર તસવીર

સમુદ્રની વચ્ચે એકબીજામાં ડૂબી ગયા વિરાટ-અનુષ્કા, જાણો- કોણે ક્લિક કરી આ સુંદર તસવીર
વિરાટ-અનુષ્કા.

આરસીબી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સોશિયલ મીડિયા પર એક શાનદાર તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે જોવા મળી રહ્યો છે.

 • Share this:
  મુંબઈ: હાલ યૂએઈમાં આઈપીએલ (IPL 2020) ટૂર્નામેન્ટ ચાલી રહી છે. આઈપીએલમાં આરસીબી (RCB)નું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન આરસીબી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સોશિયલ મીડિયા પર એક શાનદાર તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Anushka Sharma) એટલાન્ટિસ ધ પામ, રિસૉર્ટ્સ (Atlantis Palm hotel) સામે સમુદ્રમાં નજરે પડી રહ્યા છે. આ તસવીરમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

  બંનેની આ તસવીર ખૂબ જ સુંદર છે. સનસેટ વચ્ચે બંને એકબીજા નજીક જોવા મળી રહ્યા છે. જ્યારે તેમની પાછળ ખૂબસૂરત બિલ્ડિંગ નજરે પડી રહ્યું છે. બંને પાણીમાં અડધા ડૂબેલા છે અને એકબીજા સામે જોઈ રહ્યા છે. એવામાં દરેક વ્યક્તિ વિચારી રહ્યા છે કે આખરે આ ખૂબસૂરત તસવીરને કેમેરામાં કેદ કરનાર વ્યક્તિ કોણ છે? વિરાટ કોહલીએ આ ફોટો શેર કરતાની સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે તેની અને અનુષ્કાની આ સુંદર તસવીર કોણે ક્લિક કરી છે.


  View this post on Instagram

  ❤️🌅 pic credit - @abdevilliers17 😃

  A post shared by Virat Kohli (@virat.kohli) on
  બંનેની આ સુંદર તસવીર એબી ડિવિલિયર્સે ક્લિક કરી છે. વિરાટ કોહલીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે આ ફોટોની ક્રેડિટ એબી ડિવિલિયર્સને જાય છે. જેના પર ડિવિલિયર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કાને પ્રશંસકોને આ તસવીર ખૂબ જ પસંદ પડી રહી છે. લોકો કોમેન્ટના માધ્યમથી આના પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ પ્રેગનેન્ટ છે. વિરાટ અને અનુષ્કા બહુ ઝડપથી માતાપિતા બનવાના છે. વર્ષ 2021માં અનુષ્કા બાળકને જન્મ આપશે. બંનેએ તાજેતરમાં જ આ સમાચાર સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોને આપ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:October 19, 2020, 09:51 am

  ટૉપ ન્યૂઝ