Home /News /ipl /

VIDEO: LIVE મેચમાં છોકરીએ બોયફ્રેન્ડને કર્યું પ્રપોઝ, RCB ફેને વીંટી પહેરીને છોકરીને ગળે લગાવી

VIDEO: LIVE મેચમાં છોકરીએ બોયફ્રેન્ડને કર્યું પ્રપોઝ, RCB ફેને વીંટી પહેરીને છોકરીને ગળે લગાવી

RCB vs CSK મેચમાં યુવતીએ તેના બોયફ્રેન્ડને વીંટી પહેરાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. (PIC-સ્ક્રીનગ્રેબ)

આપીએલ (IPL 2022) ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (RCB v CSK) ને 13 રને હરાવીને તેમની છઠ્ઠી જીત નોંધાવી હતી. આ મેચમાં ચેન્નાઈની ઈનિંગ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ સમયે મેચ કરતા વધુ ચર્ચા એક છોકરી અને RCB ફેનની થઈ રહી છે જેમાં છોકરાએ નહીં પણ છોકરીએ ઘૂંટણિયે બેસીને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું અને છોકરાએ પણ હસીને પ્રેમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.

વધુ જુઓ ...

    ખરેખરમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ RCB દ્વારા નિર્ધારિત 174 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે સ્ટેડિયમમાં એક છોકરીએ ઘૂંટણિયે પડીને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. છોકરીએ આરસીબીની જર્સી પહેરેલા છોકરાને વીંટી પહેરાવી હતી. આ પછી બંને હસ્યા અને ગળે લાગ્યા હતા. આસપાસના લોકોએ તાળીઓના ગડગડાટ સાથે બંનેનું સ્વાગત કર્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને લઇ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

    ...ત્યારે દીપક ચાહરે પણ આ જ રીતે જયાને પ્રપોઝ કર્યું હતુ

    જોકે આઈપીએલમાં આ પહેલીવાર નથી કે કોઈએ પોતાના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને આ રીતે પ્રપોઝ કર્યું હોય. આ પહેલા ગયા વર્ષે આપીએલ (IPL)ની 14મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહરે પણ મેચ બાદ સ્ટેડિયમમાં હાજર તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. ચાહરે મેચ પછી ઘૂંટણિયે બેસીને જયાને વીંટી પહેરાવી અને બાદમાં બંને હસતાં હસતાં ગળે વળગી પડ્યાં હતા.

    આ પણ વાંચો- IPL 2022: પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ કહ્યું- વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ છે, સેહવાગે પણ ગણાવી મોટી ખામી

    RCB ત્રણ હાર બાદ જીત્યું

    મેચની વાત કરીએ તો RCBએ પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈ 8 વિકેટે 160 રન જ બનાવી શકી હતી. RCB 12 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની આશા સાતમી હાર બાદ ધૂંધળી થઈ ગઈ છે. CSKની ટીમ 10માંથી માત્ર 3 મેચ જીતી શકી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, આઇપીએલ

    આગામી સમાચાર