IPL 2022: હરભજન સિંહે કહ્યું, 'ઉમરાનને ટીમ ઈન્ડિયાની જર્સી જલ્દી મળવી જોઈએ. તે ટી-20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બનવાના લાયક છે. અહીં એક માત્ર વાદળી જર્સી ખૂટે છે કે ઉમરાનને તે જલ્દી મળવી જોઈએ. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થવી જોઈએ. તે ત્યાં મેચ વિનર સાબિત થઈ શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)નો ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) આ દિવસોમાં પોતાની તોફાની બોલિંગને કારણે ચર્ચામાં છે. તેણે IPL 2022 માં 150થી વધુની સ્પીડ સાથે બોલ ફેંક્યા છે. ભારતનો પૂર્વ સ્પિનર હરભજન સિંહ (Harbhajan Singh) તેની ફાસ્ટ બોલિંગથી ઘણો પ્રભાવિત થયો છે. તેણે ઉમરાનને મેચ વિનર ગણાવ્યો છે. હરભજન સિંહનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના આ બોલરને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળવી જોઈએ.
પંજાબ કિંગ્સ સામે રવિવારે રમાયેલી મેચમાં ઉમરાન મલિકે ઈતિહાસ રચ્યો હતો. પંજાબની ઇનિંગ્સની 20મી ઓવર ફેંકવા આવેલા ઉમરાને એકપણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પોતાની જોરદાર બોલિંગના કારણે પંજાબને 151 રનમાં રોકી દીધું હતું. આઈપીએલના ઈતિહાસમાં તે ત્રીજો બોલર છે જેણે 20મી ઓવરમાં કોઈ રન આપ્યા વિના 3 વિકેટ લીધી છે. તેની પહેલા લસિથ મલિંગા અને જયદેવ ઉનડકટ આ કરિશ્મો કરી ચુક્યા છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા હરભજન સિંહે કહ્યું, 'ઉમરાનને ટીમ ઈન્ડિયાની જર્સી જલ્દી મળવી જોઈએ. તે ટી-20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બનવાના લાયક છે. અહીં એક માત્ર વાદળી જર્સી ખૂટે છે કે ઉમરાનને તે જલ્દી મળવી જોઈએ. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થવી જોઈએ. તે ત્યાં મેચ વિનર સાબિત થઈ શકે છે.
ઉમરાન મલિકે IPL 2022માં અત્યાર સુધી શાનદાર બોલિંગ કરી છે. બેટ્સમેનો તેની 150 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે આવતા બોલને રમવાથી દૂર રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં ઉમરાન મલિક સનરાઈઝર્સનો બીજો સૌથી સફળ બોલર છે. તેણે અત્યાર સુધી 6 મેચમાં 9 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 14.66 રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ લીગમાં શાનદાર વાપસી કરવામાં સફળ રહી તે તેનો ચમત્કાર છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર