તિલક વર્માએ રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. (ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: રિયાન પરાગની ઇનિંગ્સની 12મી ઓવરમાં તિલકે શાનદાર સિક્સર ફટકારી હતી. આ દરમિયાન કેમેરામેન પોતાની જાતને બોલથી બચાવતો જોવા મળ્યો હતો, જોકે બોલ હજુ પણ તેના ખભા પર અથડાતો હતો અને તે તેનાથી બચતો-બચાવતો જોવા મળ્યો હતો
5 વખતની રેકોર્ડ ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન (Mumbai Indians) પ્રીમિયર લીગ (IPL-2022)ની 15મી સિઝનમાં સતત 2 મેચ હારી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) સિઝનની 9મી મેચમાં મુંબઈને હરાવ્યું હતું. શનિવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈને 23 રને હરાવ્યું હતું. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે જોસ બટલરની સદીના કારણે 8 વિકેટે 193 રન બનાવ્યા હતા, જે બાદ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 170 રન જ બનાવી શકી હતી. આ મેચ દરમિયાન તિલક વર્મા (Tilak Varma)એ શાનદાર સિક્સ ફટકારી હતી પરંતુ બોલ કેમેરામેનને વાગી ગયો હતો. જો કે કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.
તિલક વર્મા અને ઈશાન કિશનની જોડીએ ત્રીજી વિકેટ માટે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. બંનેએ અડધી સદી પણ ફટકારી હતી. ઈશાને 54 અને તિલકે 61 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ ત્રીજી વિકેટ માટે 81 રન જોડ્યા હતા. તિલકે 33 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તિલક પોતાની હિટિંગથી ખૂબ પ્રભાવિત કર્યા હતા.
આ દરમિયાન રિયાન પરાગની ઇનિંગ્સની 12મી ઓવરમાં તિલકે શાનદાર સિક્સર ફટકારી હતી. આ દરમિયાન કેમેરામેન પોતાની જાતને બોલથી બચાવતો જોવા મળ્યો હતો, જોકે બોલ હજુ પણ તેના ખભા પર અથડાતો હતો અને તે તેનાથી બચતો-બચાવતો જોવા મળ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર થયું હતું. તિલક બાદમાં 15મી ઓવરના બીજા બોલ પર રવિચંદ્રન અશ્વિન દ્વારા બોલ્ડ થયો હતો.
જ્યાં બોલ પડવાનો હતો ત્યાં કેમેરામેન બરાબર ઊભા હતા. બોલ તેના ખભા પર વાગ્યો. સદ્ભાગ્યે બોલ તેના માથા પર વાગ્યો ન હતો અને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આગામી ડિલિવરી માટે તે ટૂંક સમયમાં કામ પર પાછો ફર્યો હતો. આને લગતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર