T20 World Cup : શું પંત-ઉર્વશી વચ્ચે સંબંધો ફરી મધુર થયા? રિષભે એક્ટ્રેસનો નંબર કરી દીધો હતો બ્લોક

રિષભ પંત અને ઉર્વશી રાઉતેલાની ફાઇલ તસવીર

Urvashi Rautela Rishabh Pant : ક્રિકેટર ઋષભ પંતે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી હતી. એટલું જ નહીં ઋષભે ઉર્વશીના નંબર પણ પોતાના ફોનમાં બ્લોક કરી દીધા હતા.

  • Share this:
    ક્રિકેટ અને બોલીવૂડનો સંબંધ ખૂબ જૂનો છે. અવારનવાર ક્રિકેટર્સ (Cricketers)ની સાથે કોઇને કોઇ એક્ટ્રેસ (Actress)ના લિંક-અપની ખબરો મીડિયામાં સામે આવતી રહે છે. એવામાં થોડા સમય પહેલા જ ભારતીય ક્રિકેટર ઋષભ પંત(Indian Cricketer Rishabh Pant) અને બોલીવૂડની હોટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Bollywood Actress Urvashi rautela)ના અફેરની ખબરોએ ભારે ચર્ચા જગાવી હતી.

    તેવામાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલ ભારત-પાકિસ્તાન (INDvsPAK)ની મેચ જોવા માટે અનેક જાણીતી હસ્તીઓ દુબઈ (Dubai Stadium) પહોંચી હતી. જે પૈકી ઉર્વશી રાઉતેલા પણ એક હતી. આ દરમિયાન ફેન્સ અને મીડિયાનું ધ્યાન ઉર્વશીની સૂચક હાજરી પર કેન્દ્રિત હતું. અભિનેત્રી અને મોડલ ઉર્વશી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર અને વિકેટ કિપર ઋષભ પંતે જ્યારે 2 ચોગ્ગા અને છગ્ગા સહિત 39 રનની સારી ઇનિંગ રમી ત્યારે તેને ચીઅર કરતી નજરે આવી રહી હતી. અહેવાલોની માનીએ તો અભિનેત્રી ઉર્વશી અને ઋષભ પંત એકબીજાને વર્ષ 2018થી ડેટ (Urvashi and Rishabh Dating Rumors) કરી રહ્યા છે.

    મેચમાં ટીમ ઇન્ડિયા(T20 World Cup Team India)ના ખેલાડી ઋષભ પંત જ્યારે પાકિસ્તાન સામે સતત શોટ રમી રહ્યો હતો, ત્યારે ટીવી સ્ક્રિન પર ઉર્વશી રાઉતેલાને બતાવવામાં આવી. પંતે જ્યારે ચોગ્ગો ફટકાર્યો ત્યારે ઉર્વશી સ્ટેન્ડ્સમાં ત્રિરંગો લહેરાવી રહી હતી. સોશ્યલ મીડિયા પર પણ ઉર્વશીની આ તસવીર વાયરલ (Viral Photo) થઇ રહી છે.

    આ પણ વાંચો :   ND vs PAK:પાકિસ્તાન સામે છગ્ગા ફટકારવા ઋષભ પંતના ડાબા હાથનો ખેલ, જુઓ videoપંતે ઉર્વશીને કરી હતી વોટ્સએપ પર બ્લોક

    જોકે બંનેના લિંક અપની ખબરો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ પણ સામે આવ્યો હતો. અહેલો અનુસાર ક્રિકેટર ઋષભ પંતે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી હતી. એટલું જ નહીં ઋષભે ઉર્વશીના નંબર પણ પોતાના ફોનમાં બ્લોક કરી દીધા હતા. તે દિવસોમાં પંત ટીમ ઇન્ડિયામાં પોતાની એન્ટ્રીને લઇને પરેશાન હતો. હકીકતમાં ત્યારે શ્રીલંકા સામે ટી-20 સીરીઝના છેલ્લા મેચમાં તેને ટીમમાં રમવાનો અવસર મળ્યો નહોતો. ટીમમાં પોતાના ખરાબ પ્રદર્શનને લઇને પંત ટેન્શનમાં હતો. રીપોર્ટ્સની માનીએ તો તે સમયે પંત ઉર્વશી સામે વાત કરવા માંગતો નહોતો અને તેથી તેણે તેના નંબર બ્લોક કરી દીધા હતા.

    એ સમયે એવા અહેવાલો પણ હતા કે ઉર્વશી સતત ઋષભ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને તેથી તે વારંવાર ઋષભ પંતને મેસેજ અને કોલ કરી રહી હતી. જેનાથી પરેશાન થઇને પંતે ઉર્વશીને બ્લોક કરી દીધી હતી. આ વિશે જ્યારે ઉર્વશી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેના સ્પોકપર્સન તરફથી જણાવવામાં આવ્યું કે એકબીજાને બ્લોક કરવાનો નિર્ણય બંનેએ સહેમત થઇને કર્યો હતો.




    હાર્દિક પાંડ્યા સાથે પણ લિંક અપની ખબરો

    આપને જણાવી દઇએ કે વર્ષ 2019માં બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ ટીમ ઇન્ડિયાના ખેલાડી હાર્દિક પાંડ્યા સાથે પણ જોડાઇ ચૂક્યુ છે. જોકે હાર્દિક સાથે લિંક અપની ખબરો અંગે તેણે ક્યારેય પણ વાત કરી નથી. તો હાર્દિકથી દૂર થયા બાદ તેનું નામ ઋષભ પંત સાથે ચર્ચાઓમાં આવ્યું હતું.

    પંતને આપી હતી જન્મદિવસની શુભકામનાઓ

    આપને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલ ઉર્વશી રૌતેલાએ ટ્વિટર પર ઋષભ પંતને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે પણ તે ચર્ચાઓમાં આવી હતી.

    આ પણ વાંચો :  Indian Cricketers Income: ધોની-કોહલી નહીં પણ આ ખેલાડી છે ભારતનો સૌથી ધનિક ક્રિકેટર, હજુ પણ છે કરોડોની આવક

    પંતે ઇન્ટિરીયર ડિઝાઇનર સાથે સંબંધની કરી જાહેરાત

    અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને પંતના રિલેશનશિપની અફવાઓ વચ્ચે ઋષભે એક જાહેરાતથી સૌને ચોંકાવી દીધા હતા. ઋષભ પંતે દહેરાદૂનની રહેવાસી ઇશા નેગી સાથે પોતાના સંબંધો ઓફિશ્યલ કર્યા હતા. કથિત રીતે ઇશા નેગી એક એન્ટ્રિપ્રીન્યોર અને ઇન્ટિરીયર ડેકોર ડિઝાઈનર છે.
    Published by:Jay Mishra
    First published: