Home /News /ipl /

IPL 2022: સુનીલ ગાવસ્કરે ગુજરાત ટાઇટન્સના મેચ ફિનિશરના કર્યા વખાણ, તેને 'આઇસ મેન' કેમ કહે છે તે પણ જણાવ્યું

IPL 2022: સુનીલ ગાવસ્કરે ગુજરાત ટાઇટન્સના મેચ ફિનિશરના કર્યા વખાણ, તેને 'આઇસ મેન' કેમ કહે છે તે પણ જણાવ્યું

રાહુલ તેવટિયા વર્તમાન સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. (ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: રાહુલ તેવટિયા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) માટે શાનદાર ફોર્મમાં છે અને તેણે ઘણી મેચોમાં છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી છે. ભારતની ટી-20 ટીમમાં તેની પસંદગીનો દાવો નક્કર માનવામાં આવે છે.

    મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)નું માનવું છે કે, શારજાહમાં આપીએલ 2020 (IPL 2020) દરમિયાન શેલ્ડન કોટ્રેલને એક ઓવરમાં પાંચ સિક્સર મારવાથી રાહુલ તેવટિયા (Iceman Rahul Tewatia)ને વિશ્વાસ મળ્યો કે તે આ રીતે રમી શકે છે. રાહુલ તેવટિયા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) માટે શાનદાર ફોર્મમાં છે અને તેણે ઘણી મેચોમાં છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી છે. ભારતની ટી-20 ટીમમાં તેની પસંદગીનો દાવો નક્કર માનવામાં આવે છે.

    ગાવસ્કરે 'સ્ટાર સ્પોર્ટ્સ'ને કહ્યું, 'શારજાહમાં શેલ્ડન કોટ્રેલને ફટકારેલી સિક્સે તેવટિયાને વિશ્વાસ અપાવ્યો કે તે અશક્યને શક્ય બનાવી શકે છે. અમે તેને અશક્યને શક્ય બનાવતા જોયો છે. ડેથ ઓવર્સમાં તેની બેટિંગમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. તે બોલ આવવાની રાહ જુએ છે અને તેના પર શોટ રમે છે. તેની પાસે તમામ શોટ છે પરંતુ સૌથી મહત્વનું કે સંકટ સમયે તે ગુસ્સો ન ગુમાવવાની ગુણવત્તા ધરાવે છે.

    આ પણ વાંચો- Sanju Samson: સંજુ સેમસનનો ખુલાસો, આઉટ થતા જ બેટ તોડી નાખ્યું, સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો અને પછી…

    તેમણે તેવટિયાને 'આઈસ મેન'નું હુલામણું નામ આપ્યું છે. તેમણે કહ્યું, 'હું તેને 'આઈસ મેન' કહું છું કારણ કે જ્યારે તે ક્રિઝ પર હોય છે ત્યારે તે બિલકુલ ગભરાતો નથી. તે બોલને સમજે છે અને જાણે છે કે કયો શોટ રમવાનો છે.'

    આ પણ વાંચો- VIDEO: લાઇવ મેચમાં સાથી ખેલાડીએ ટ્રેન્ટ બોલ્ટને બોલ મારતા તે મેદાન પર જ ઢળી પડ્યો

    ગાવસ્કરે કહ્યું, 'તેણે મનમાં તૈયારી કરી લીધી છે કે જો અહીં બોલ વાગે છે તો તેણે આ શોટ રમવો પડશે અને હંમેશા સિક્સર મારવી પડશે. તે આઇસ મેન છે તેનું કારણ એ છે કે તે પરિસ્થિતિથી ડરતો નથી.'
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat titans, Indian premier league, IPL 2022, IPL Latest News, Sunil gavaskar, આઇપીએલ

    આગામી સમાચાર