Home /News /ipl /CSK સામે વિરાટના રેકોર્ડ પર રહેશે ધવનની નજર, પૂર્વ RCB કેપ્ટનને પછાડવાથી શિખર 41 રન દૂર
CSK સામે વિરાટના રેકોર્ડ પર રહેશે ધવનની નજર, પૂર્વ RCB કેપ્ટનને પછાડવાથી શિખર 41 રન દૂર
શિખર ધવન CSK સામે સૌથી વધુ રન બનાવવાથી માત્ર 41 રન દૂર છે. (શિખર ધવન ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: શિખર ધવનને ટી-20 ક્રિકેટમાં એક હજાર ચોગ્ગા પૂરા કરવા માટે સાત ચોગ્ગાની જરૂર છે. જો તે ચેન્નાઈ સામે 7 ચોગ્ગા ફટકારે છે, તો તે ટી-20 ક્રિકેટમાં 1000 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ ભારતીય બની જશે,
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) માં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમાશે. આ મેચમાં પંજાબની ટીમ જીતના માર્ગે પરત ફરવા માંગશે. IPL 2022 માં બંને ટીમોની આ ત્રીજી મેચ હશે. પંજાબના ઓપનર શિખર ધવન (Sikhar Dhawan) માટે આ મેચ ખૂબ જ ખાસ છે. તે આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)નો ખાસ રેકોર્ડ તોડી શકે છે. જેના માટે તેને 41 રનની જરૂર છે. પંજાબે તેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 206 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી હતી. જ્યારે બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબને 6 વિકેટે હરાવ્યું હતું.
પંજાબ કિંગ્સના ઓપનર મયંક અગ્રવાલ અને શિખર ધવન આ સિઝનમાં અત્યાર સુધી ખાસ કંઈ કરી શક્યા નથી. આ બંને ખેલાડીઓએ બેટથી નિરાશ કર્યા છે. જોકે આ જોડી IPLમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. શિખર ધવન ઘણો અનુભવી ખેલાડી છે. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. ચેન્નાઈ સામેની આગામી મેચમાં ધવનની નજર વિરાટ કોહલીના રેકોર્ડ પર રહેશે.
વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ 948 રન બનાવ્યા છે. જ્યારે શિખર ધવને CSK સામે 908 રન બનાવ્યા છે. તેને પૂર્વ RCB કેપ્ટનનો રેકોર્ડ તોડવા માટે 41 રનની જરૂર છે. જો ધવન આજની મેચમાં આવું કરી શકશે તો તે CSK સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.
શિખર ધવનને ટી-20 ક્રિકેટમાં એક હજાર ચોગ્ગા પૂરા કરવા માટે સાત ચોગ્ગાની જરૂર છે. જો તે ચેન્નાઈ સામે 7 ચોગ્ગા ફટકારે છે, તો તે ટી-20 ક્રિકેટમાં 1000 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ ભારતીય બની જશે, તેણે ટી-20 ક્રિકેટમાં 993 ચોગ્ગા ફટકાર્યા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 1000 કે તેથી વધુ ચોગ્ગા મારનાર ક્રિકેટરોમાં ક્રિસ ગેલ (1132), એલેક્સ હેલ્સ (1054) અને ડેવિડ વોર્નર (1005) ચોગ્ગાનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર