Home /News /ipl /

રાજસ્થાન રોયલ્સને મળ્યો મોટો ઝટકો, 2 કરોડનો ખેલાડી માત્ર 1 મેચ રમીને IPL-2022માંથી બહાર થઇ ગયો

રાજસ્થાન રોયલ્સને મળ્યો મોટો ઝટકો, 2 કરોડનો ખેલાડી માત્ર 1 મેચ રમીને IPL-2022માંથી બહાર થઇ ગયો

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર નાથન કુલ્ટર-નાઈલને રાજસ્થાન રોયલ્સ ટીમે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (AFP)

IPL 2022: રોયલ્સ ટીમે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, 'જ્યાં સુધી અમે ફરી મળીએ નહીં ત્યાં સુધી, NCN. જલ્દી ફિટ થઈ જાવ.'' આ સાથે નાથનને પણ ટેગ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સે નાથન કુલ્ટર-નાઇલને મેગા ઓક્શનમાં રૂ. 2 કરોડની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો.

વધુ જુઓ ...
    ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને બુધવારે મોટો આંચકો લાગ્યો હતો. ટીમનો ઝડપી બોલર નાથન કુલ્ટર-નાઈલ (Nathan Coulter-Nile) હવે આઈપીએલ-2022ની બાકીની સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેણે આ સિઝનમાં માત્ર 1 મેચ રમી છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની સિઝનની ટીમની શરૂઆતની મેચમાં દેખાયો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ અને તે મેદાનની બહાર નીલળી ગયો હતો.

    રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી હતી. 34 વર્ષીય નાથન કુલ્ટર-નાઇલે 29 માર્ચે પુણેમાં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 3 ઓવર ફેંકી અને 48 રન આપ્યા હતા. તે પણ કોઈ સફળતા મેળવી શક્યો ન હતો. તે ટીમની આગામી 2 મેચમાં પણ રમી શક્યો ન હતો અને હવે તેને ઈજાના કારણે સિઝનમાંથી બહાર રહેવું પડશે.



    રોયલ્સ ટીમે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, 'જ્યાં સુધી અમે ફરી મળીએ નહીં ત્યાં સુધી, NCN. જલ્દી ફિટ થઈ જાવ.'' આ સાથે નાથનને પણ ટેગ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સે નાથન કુલ્ટર-નાઇલને મેગા ઓક્શનમાં રૂ. 2 કરોડની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી કોઇ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.

    આ પણ વાંચો- IPL 2022: દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે ખુશખબર, આ બે ધુરંધર ખેલાડીઓ ટીમ સાથે જોડાશે

    સંજુ સેમસનની કપ્તાનીમાં રમી રહેલી રોયલ્સ ટીમે IPL 2022માં અત્યાર સુધીમાં 3માંથી બે મેચ જીતીને સારી શરૂઆત કરી છે. તેઓએ તેમની શરૂઆતની રમતમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવ્યું હતું, જે પછી પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે 23 રને જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી મેચમાં રાજસ્થાનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે હરાવ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Rajasthan royals, આઇપીએલ

    આગામી સમાચાર