વાતચીત દરમિયાન શોએબ અખ્તરે કહ્યું કે, હું કુલદીપ યાદવને પહેલીવાર દુબઈ એરપોર્ટ પર મળ્યો હતો. જ્યાં વાત કરવા માટે કુલદીપે મારો સંપર્ક કર્યો હતો. અખ્તરના કહેવા પ્રમાણે, હું તેના ક્રિકેટ જ્ઞાનથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં કુલદીપને જે પણ પૂછ્યું, તેણે સાચો જવાબ આપ્યો. શોએબે કહ્યું કે મને ખુશી છે કે મારી પાસે આવેલો આ બાળક ક્રિકેટના જ્ઞાન સિવાય રમત પ્રત્યે ખૂબ જ સભાન છે.
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર (Shoaib Akhatar) એક સમયે ભારતના યુવા સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav)ના ક્રિકેટ જ્ઞાનથી દંગ રહી ગયો હતો. તેણે ભારતીય ક્રિકેટર (Indian Cricket)ને રમત વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેનો કુલદીપે શાનદાર જવાબ આપ્યો હતો. કુલદીપ તે દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો હતો અને માત્ર થોડી જ મેચો રમ્યો હતો. તે દુબઈ એરપોર્ટ પર શોએબ અખ્તરને મળ્યો હતો. જ્યાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે તેને રમત સાથે જોડાયેલા અનેક સવાલો પૂછ્યા હતા.
સ્પોર્ટ્સકીડા સાથે વાત કરતા અખ્તરે કહ્યું કે તે 27 વર્ષીય બોલરને દુબઈ એરપોર્ટ પર મળ્યો હતો. તે કયા વર્ષમાં તેને મળ્યો હતો તે વિશે તેણે જણાવ્યું ન હતું. કુલદીપ તેની પાસે વાત કરવા આવ્યો હતો. શોએબ પણ કુલદીપના ક્રિકેટ જ્ઞાનની ચકાસણી કરવા માંગતો હતો. આ દરમિયાન અખ્તરે કુલદીપને ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબ ભારતીય ખેલાડીએ ચતુરાઈથી આપ્યો હતો. કુલદીપના જવાબથી શોએબ ચોંકી ગયો હતો કારણ કે ભારતીય સ્પિનરે તે સમય સુધી 5-10 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
વાતચીત દરમિયાન શોએબ અખ્તરે કહ્યું કે, હું કુલદીપ યાદવને પહેલીવાર દુબઈ એરપોર્ટ પર મળ્યો હતો. જ્યાં વાત કરવા માટે કુલદીપે મારો સંપર્ક કર્યો હતો. અખ્તરના કહેવા પ્રમાણે, હું તેના ક્રિકેટ જ્ઞાનથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં કુલદીપને જે પણ પૂછ્યું, તેણે સાચો જવાબ આપ્યો. શોએબે કહ્યું કે મને ખુશી છે કે મારી પાસે આવેલો આ બાળક ક્રિકેટના જ્ઞાન સિવાય રમત પ્રત્યે ખૂબ જ સભાન છે.
અખ્તરે વધુમાં કહ્યું કે મેં કુલદીપ સાથે રમતની ઘણી ઝીણવટભરી વાત કરી હતી. આ દરમિયાન ઘણું બધું પૂછ્યું પણ તેણે બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. શોએબના કહેવા પ્રમાણે, “મેં કુલદીપને કહ્યું કે હું આ પ્રશ્ન માત્ર એ તપાસવા માટે પૂછી રહ્યો છું કે તરી પાસે ક્રિકેટનું મન છે કે તમે માત્ર પ્રતિભાશાળી બોલર છો. હું એ સાંભળીને ચોંકી ગયો હતો કે તે પહેલાથી જ રમતને લઈને આટલો સભાન છે."
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર