Home /News /ipl /

શિખર ધવને એક જ મેચમાં હાંસલ કરી 2 મોટી સિદ્ધિઓ, IPLમાં 6000 રન અને ટી-20માં 9000 રન પૂરા કર્યા

શિખર ધવને એક જ મેચમાં હાંસલ કરી 2 મોટી સિદ્ધિઓ, IPLમાં 6000 રન અને ટી-20માં 9000 રન પૂરા કર્યા

શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ટી-20માં 9 હજાર રન પૂરા કર્યા. (ટ્વિટર/પંજાબ કિંગ્સ)

IPL 2022: વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબ તરફથી શિખર ધવન અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં આવ્યા હતા. ધવને મહિષની પ્રથમ (બીજી ઇનિંગ) ઓવરના પહેલા જ બોલ પર સિંગલ લીધો અને આ ટી-20 લીગમાં 6000 રન પૂરા કર્યા. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે.

વધુ જુઓ ...
    પંજાબ કિંગ્સ (Punjab Kings)ના ધમાકેદાર ઓપનર શિખર ધવને (Shikhar Dhawan) સોમવારે IPL-2022ની મેચમાં બે મોટી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની આ મેચમાં 2 રન બનાવતાની સાથે જ IPLમાં 6000 રન પૂરા કર્યા હતા. આ સાથે જ મહિષ તિક્ષાની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં સિક્સર ફટકારીને ટી-20માં 9000 રનનો આંકડો પૂરો કર્યો હતો.

    વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબ તરફથી શિખર ધવન અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં આવ્યા હતા. ધવને મહિષની પ્રથમ (બીજી ઇનિંગ) ઓવરના પહેલા જ બોલ પર સિંગલ લીધો અને આ ટી-20 લીગમાં 6000 રન પૂરા કર્યા. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. તેની ઉપર માત્ર વિરાટ કોહલીનું નામ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટે આઈપીએલમાં અત્યાર સુધીમાં 6402 રન બનાવ્યા છે.

    આ પણ વાંચો- AMC ની સામાન્ય સભામાં હોબાળો, કોર્પોરેટરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જાણો શું છે મામલો?

    આ સાથે જ શિખર ધવને IPL લીગમાં 800 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલી (Virat Kohli)થી લઈને રોહિત શર્મા સુધી તેઓ આવું કરી શક્યા નથી. શિખર ધવનની આઈપીએલમાં આ 45મી અડધી સદી છે.

    IPLમાં પણ 200 મેચો પૂરી થઈ

    ધવન સોમવારે આઇપીએલમાં પોતાની 200મી મેચ રમવા ઉતર્યો હતો. આ સાથે તે 200 IPL મેચ રમનાર 8મો ખેલાડી બન્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ યાદીમાં ટોચ પર છે જેણે 228 આઈપીએલ મેચ રમી છે. દિનેશ કાર્તિક અને રોહિત શર્માએ 221-221 મેચ રમી છે.

    આ પણ વાંચો- લોકોને નિર્વસ્ત્ર જોવા અને જમીનની અંદર 10 ફુટ જોવાની લાલચમાં લાખો રૂપિયામાં ગુમાવ્યા

    પંજાબે 8.25 કરોડમાં ખરીદ્યો હતો

    36 વર્ષીય શિખર ધવન જે ગત સિઝન સુધી દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો, તેણે આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું નથી. તેણે પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 70 રનની શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ છેલ્લી 2 મેચમાં તે હૈદરાબાદ સામે 8 રન અને દિલ્હી કેપિટલ્સ સામે 9 રન જ બનાવી શક્યો હતો. મેગા ઓક્શનમાં પંજાબે ધવનને 8.25 કરોડમાં ખરીદ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Punjab Kings, આઇપીએલ

    આગામી સમાચાર