Home /News /ipl /

IPL 2022: શશિ થરૂરે પણ ઉમરાન મલિકની શાર્પ બોલિંગના કર્યા વખાણ, કહ્યું- ઈંગ્લેન્ડમાં અંગ્રેજો પર ભારે પડશે!

IPL 2022: શશિ થરૂરે પણ ઉમરાન મલિકની શાર્પ બોલિંગના કર્યા વખાણ, કહ્યું- ઈંગ્લેન્ડમાં અંગ્રેજો પર ભારે પડશે!

કોંગ્રેસના સાંસદ શિશિ થરૂરે ફાસ્ટ બોલર ઉમરાન મલિકની બોલિંગની પ્રશંસા કરી હતી. (PIC-Shashi.SRH/Instagram)

IPL 2022: સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) પણ ઉમરાન મલિકની શાર્પ બોલિંગના ચાહક બની ગયા છે. થરૂરે આ યુવા બોલરની બોલિંગની જોરદાર પ્રશંસા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ થરૂરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે,

    જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે (Umran Malik) જ્યારથી IPLમાં ડેબ્યૂ કર્યું છે ત્યારથી તે પોતાની તોફાની બોલિંગને લઈને ચર્ચામાં છે. અનકેપ્ડ ઉમરાન IPL 2022 માં 150 kmphની ઝડપે સતત બોલિંગ કરી રહ્યો છે. આ યુવા ઝડપી બોલર પર વિશ્વાસ વ્યક્ત કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2022ની મેગા ઓક્શન પહેલા તેને જાળવી રાખ્યો હતો. ઉમરાન અત્યાર સુધી તેની ફ્રેન્ચાઈઝીની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં સફળ રહ્યો છે.

    સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) પણ ઉમરાન મલિકની શાર્પ બોલિંગના ચાહક બની ગયા છે. થરૂરે આ યુવા બોલરની બોલિંગની જોરદાર પ્રશંસા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ થરૂરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે, 'આપણે તેને વહેલી તકે ભારતીય ટીમમાં સામેલ કરવાની જરૂર છે. શું અદ્ભુત પ્રતિભા છે. સમયસર તેની પ્રતિભાનો લાભ લો. ગ્રીન ટોપ પર રમાનારી ટેસ્ટ મેચ માટે તેને ઈંગ્લેન્ડ લઈ જાઓ. તે અને બુમરાહ તેમની બોલિંગથી અંગ્રેજોને ડરાવી દેશે.



    આ પણ વાંચો- SRH vs PBKS Match Report: ઉમરાન-ભુવનેશ્વરની સામે પંજાબ કિંગ્સ ઢેર, પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદની મોટી છલાંગ

    પંજાબ કિંગ્સ સામે 28 રનમાં 4 વિકેટ લીધી હતી

    22 વર્ષીય ઉમરાને પંજાબ કિંગ્સ સામેની મેચમાં ચાર ઓવરના ક્વોટામાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઉમરાનની મેન વિનિંગ બોલિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ 7 વિકેટે જીતીને વર્તમાન સિઝનમાં સતત ચોથી જીત નોંધાવી છે. ઉમરાને આ મેચમાં 151 કિમી પ્રતિ કલાકની ઝડપે સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો.

    આ પણ વાંચો- GT vs CSK: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, હાર્દિક પંડ્યા ફરી એકવાર ઇજાગ્રસ્ત

    ઉમરાને 20મી ઓવરમાં એક પણ રન ન આપ્યો

    જમણા હાથના ઝડપી બોલર ઉમરાન મલિકે પણ પંજાબ સામેની મેચમાં બે શાનદાર કેચ લપક્યા હતા. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 18.5 ઓવરમાં 3 વિકેટે જીત નોંધાવવામાં સફળ રહી હતી. હૈદરાબાદ માટે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામે અણનમ 41 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી હતી, જ્યારે વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન 35 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: IPL 2022, IPL Latest News, Shashi Tharoor, Team india, Umran Malik, આઇપીએલ

    આગામી સમાચાર