Home /News /ipl /

RR vs KXIP: રાજસ્થાન રોયલ્સે IPLના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સર કરી પંજાબને હરાવ્ચું

RR vs KXIP: રાજસ્થાન રોયલ્સે IPLના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સર કરી પંજાબને હરાવ્ચું

રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓની તસવીર

કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 224 રનના ટાર્ગેટની સામે રાજસ્થાન રોયર્સે 226 રન બનાવીને ચાર વિકેટે જીત મેળવી હતી.

  શારજાહઃ આજે રવિવારે આઈપીએલ 2020 (IPL 2020)ની 13મી સિઝનની નવમી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ (Kings XI Punjab) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવ્સ પંજાબને ચાર વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 224 રનના ટાર્ગેટની સામે રાજસ્થાન રોયર્સે 226 રન બનાવીને ચાર વિકેટે જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટોશ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરના અંતે બે વિકેટના નુકસાન સાથે 223 રન ફટકાર્યા હતા. જેના પગલે રાજસ્થાન રોયલ્સ સામે 224 રનનો પહાડી ટાર્ગેટ ખડો થયો હતો.

  રાજસ્થાન રોયલ્સના ખેડાલીઓનો દેખાવ
  રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો પંજાબના ખેલાડીઓએ આપેલા 224 રનના પહાડી ટાર્ગેટનો પીછો કરવા માટે રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. જોસ બટલરે 7 બોલમાં 4 રન, સ્ટેવન સ્મિતે 27 બોલમાં 50 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 42 બોલમાં 85 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ તેવાલિયાના 31 બોલમાં 53 રન બનાવ્યા હતા. રોબિન ઉથ્થપામાં 4 બોલમાં 9 રન બનાવ્યા છે. જોફ્રા અર્ચર 3 બોલમાં 13 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ટોમ કર્નર પણ 1 બોલમાં ચાર રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જ્યારે રિયાન પરંગ બે બોલમાં શૂન્ય રન પર આઉટ થયો હતો. સંજુ સેમસને પોતાનું ફોર્મ જાળવી રાખતા 224 રનનો પીછો કરતા શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે 42 બોલમાં 4 ફોર અને 7 સિક્સની મદદથી 85 રન કર્યા હતા. આ ઉપરાંત સ્ટીવ સ્મિથ જિમી નીશમની બોલિંગમાં ડીપ કવર પર શમીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. આ તેના IPL કરિયરની 10મી ફિફટી હતી.

  મયંક IPLમાં સૌથી ઝડપી સદી મારનાર બીજો ભારતીય
  મયંક અગ્રવાલે 45 બોલમાં IPL કરિયરની પહેલી સદી મારી છે. આ લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી છે. ઇન્ડિયન દ્વારા ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. મયંકે આજે રાજસ્થાનના બોલર્સને મેદાનની ચારેય બાજુ ફટકારતા 50 બોલની ઇનિંગ્સ દરમિયાન 10 ફોર અને 7 સિક્સની મદદથી 106 રન કર્યા.

  આ પણ વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મ

  પંજાબના ખેલાડીઓનો દેખાવ
  પહેલા બેટિંગ લેવા મેદાનમાં ઉતરેલા કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો ટીમનો કેમ્પટન રાહુલે 54 બોલમાં 69 રન બનાવ્યા હતા. જ્યારે મયંક અગ્રાવલે 50 બોલમાં 106 રન બનાવ્યા હતા. જ્યારે મકેસવેલે 9 બોલમાં 13 રન અને પૂરને 8 બોલમાં 25 રન બનાવ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદ

  લીગમાં આ પંજાબની ત્રીજી અને રાજસ્થાનની બીજી મેચ છે. પંજાબે 1 મેચ જીતી અને 1માં તેને હાર મળી. સાથે જ રાજસ્થાને પોતાના પહેલા મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવ્યું હતું. ગત મેચની જેમ આ મેચમાં પણ રાજસ્થાનને સંજુ સેમસન અને પંજાબને કેપ્ટન લોકેશ રાહુલ પાસેથી મોટી ઇનિંગ્સને અપેક્ષા હશે. જોકે ભૂતકાળની વાત કરીએ તો રાજસ્થાન અને પંજાબ વચ્ચે અત્યાર સુધી 19 મેચ રમાઈ છે. રાજસ્થાને 10 અને પંજાબે 9 મેચ જીતી છે. ગત સિઝનની વાત કરવામાં આવે તો પંજાબે બન્ને મુકાબલામાં રાજસ્થાનને હરાવ્યું હતું.

  રાજસ્થાનની ટીમે કર્યા બે ફેરફાર
  રાજસ્થાને પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. યશસ્વી જયસ્વાલ અને ડેવિડ મિલરની જગ્યાએ જોસ બટલર અને અંકિત રાજપૂતને ટીમમાં જગ્યા મળી છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.


  રાજસ્થાનની ટીમના ખેલાડીઓઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન),સંજુ સેમસન (વિકેટકીપર), જોસ બટલર, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા અને અંકિત રાજપૂત

  પંજાબની ટીમના ખેલાડીઓઃ લોકેશ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, કરુણ નાયર, જિમી નિશમ, રવિ બિશ્નોઇ, એમ. અશ્વિન, મોહમ્મદ શમી, શેલ્ડન કોટરેલ
  Published by:ankit patel
  First published:

  Tags: Ipl 2020, IPL 2020 Live Score, આઇપીએલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन