Home /News /ipl /IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સની સતત 8 મેચમાં હાર બાદ રોહિત શર્માએ લખી ભાવુક પોસ્ટ

IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સની સતત 8 મેચમાં હાર બાદ રોહિત શર્માએ લખી ભાવુક પોસ્ટ

રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સને IPL-2022માં સતત 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. (પીટીઆઈ)

IPL 2022: રોહિતની આ પોસ્ટને એક કલાકમાં 38 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી છે. આટલું જ નહીં, જવાબમાં ઘણા પ્રશંસકોએ રોહિત અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે મક્કમતાથી ઊભા રહેવાની વાત પણ કરી છે. એક યુઝરે લખ્યું, 'આપસે પ્યાર હૈ રોહિત, ગમે તે થાય હું તમારી સાથે રહીશ. જ્યારે સમય મુશ્કેલ હોય છે, ત્યારે પણ અમે સાથે રહીશું. સિદ્ધારામ નામના અન્ય એક યુઝરે લખ્યું, 'ચેમ્પ, મજબૂત પાછા આવો. હવે આગામી સિઝન અમારી છે.' રાઘવ નામના યુઝરે રોહિતના ફોટો સાથે જવાબમાં લખ્યું, 'અમે હંમેશા તમને હિટમેન સપોર્ટ કરીશું, ઘણો પ્રેમ.'

વધુ જુઓ ...
  રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આઈપીએલ (IPL-2022)ની વર્તમાન સિઝનમાં જીતનું ખાતું પણ ખોલી શકી નથી. રવિવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) ટીમે 36 રને હાર આપી હતી. આ રીતે મુંબઈને સિઝનમાં સતત 8મી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ સોમવારે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.

  આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે આટલી ખરાબ સિઝન ક્યારેય રહી નથી. તેઓ ઈતિહાસની પ્રથમ એવી ટીમ બની છે જે સતત 8 મેચ હારી હોય. વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ઈન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ હતું પરંતુ અહીં પણ જીતની રાહ પૂરી થઈ શકી નહીં. રવિવારે રમાયેલી મેચમાં લખનૌએ 6 વિકેટે 168 રન બનાવ્યા હતા, જે બાદ મુંબઈની ટીમ 8 વિકેટના નુકસાન પર 132 રન જ બનાવી શકી હતી.

  આ પણ વાંચો- IPL 2022: બીજી ભૂલ LSGને પડી શકે છે ભારે, કેએલ રાહુલ પર લાગી શકે છે પ્રતિબંધ

  કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ટેગ કરતા લખ્યું કે, 'આ ટૂર્નામેન્ટમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી પરંતુ આવું થાય છે. ઘણા અનુભવીઓ પણ આ તબક્કામાંથી પસાર થયા છે પરંતુ મને આ ટીમ અને તેનું વાતાવરણ ગમે છે. ત્યાં જ હું અમારા શુભચિંતકોની પણ પ્રશંસા કરવા માંગુ છું જેમણે અત્યાર સુધી આ ટીમ પ્રત્યે વિશ્વાસ અને અતૂટ વફાદારી દર્શાવી છે.  રોહિતની આ પોસ્ટને એક કલાકમાં 38 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી છે. આટલું જ નહીં, જવાબમાં ઘણા પ્રશંસકોએ રોહિત અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે મક્કમતાથી ઊભા રહેવાની વાત પણ કરી છે. એક યુઝરે લખ્યું, 'આપસે પ્યાર હૈ રોહિત, ગમે તે થાય હું તમારી સાથે રહીશ. જ્યારે સમય મુશ્કેલ હોય છે, ત્યારે પણ અમે સાથે રહીશું. સિદ્ધારામ નામના અન્ય એક યુઝરે લખ્યું, 'ચેમ્પ, મજબૂત પાછા આવો. હવે આગામી સિઝન અમારી છે.' રાઘવ નામના યુઝરે રોહિતના ફોટો સાથે જવાબમાં લખ્યું, 'અમે હંમેશા તમને હિટમેન સપોર્ટ કરીશું, ઘણો પ્રેમ.'

  આ પણ વાંચો- Ahmedabad : બર્થડે સેલિબ્રેશનમાં યુવકે ફસાવી યુવતીને હોટલ અને ઓફિસમાં લઈ જઈ કર્યું દુષ્કર્મ

  મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ લખનૌ સામેની હાર બાદ કહ્યું કે ટીમના બેટ્સમેનોએ ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. મેચ બાદ રોહિતે કહ્યું, 'અમે સારી બોલિંગ કરી અને તેમને ઓછા સ્કોર પર રોક્યા. જોકે અમે સારી બેટિંગ કરી શક્યા ન હતા. આપણે ભાગીદારી કરવી જોઈતી હતી પરંતુ તેમ થયું નહીં. અમે ખરાબ શોટ રમ્યા. વચ્ચેની ઓવરોમાં મારા સહિત બેજવાબદારીપૂર્વક શોટ રમીને અમે આઉટ થઈ ગયા.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Mumbai indians, Rohit sharma record, આઇપીએલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन