IPL 2022: રોહિત શર્માએ આઇપીએલ-2022માં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો, હવે કરશે ધોનીની બરાબરી
IPL 2022: રોહિત શર્માએ આઇપીએલ-2022માં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો, હવે કરશે ધોનીની બરાબરી
રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયા (Team India)ની સાથે મુંબઈ ઈન્ડિયન્સનો પણ કેપ્ટન છે. (ફોટો - IPL 2022, ટ્વીટર)
Rohit Sharma Record: રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિતે ચોગ્ગા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું ત્યારબાદ તેણે પહેલી જ ઓવરમાં સિક્સર પણ ફટકારી હતી.
રવિવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)માં આ પ્રથમ મેચ હતી જે દિવસ દરમિયાન રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો કેપ્ટન રોહિત શર્મા હવે આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે.
રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયા (Team India)ની સાથે મુંબઈ ઈન્ડિયન્સનો પણ કેપ્ટન છે. તાજેતરમાં જ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટની ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ મળી છે. અહીં તે IPLનો સૌથી સફળ કેપ્ટન છે જેણે પાંચ IPL ટ્રોફી જીતી છે. વર્તમાન IPLમાં રોહિત શર્મા એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ટ્રોફી જીતી છે.
રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિતે ચોગ્ગા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું ત્યારબાદ તેણે પહેલી જ ઓવરમાં સિક્સર પણ ફટકારી હતી. રોહિતે ઈશાન કિશન સાથે મળીને તેની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ પોતાની ઈનિંગમાં 51 રન બનાવ્યા હતા. 32 બોલની આ ઈનિંગમાં મુંબઈના કેપ્ટને 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર