IPL 2021: KKRને હરાવી RCB લગાવી જીતની હેટ્રીક, IPLમાં પહેલીવાર જીતી શરુઆતની ત્રણે મેચ

IPL 2021: KKRને હરાવી RCB લગાવી જીતની હેટ્રીક, IPLમાં પહેલીવાર જીતી શરુઆતની ત્રણે મેચ
ફાઈલ તસવીર

આઈપીએલ 2021ની આજે રવિવારે રમાયેલી મેચમાં કેકેઆરને હરાવીને બેંગ્લોરે પોતાની જીતની હેટ્રીક લગાવી હતી. આમ બેંગ્લોરે આઈપીએલમાં પહેલીવાર શરૂઆતની ત્રણે મેચો જીતી છે.

  • Share this:
    ચેન્નાઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની તોફાની બેટિંગના દમ ઉપર આઈપીએલની 14મી સીઝનના 10માં મુકાબલામાં કોલકત્તા નાઈટ રાીડર્સને 38 રનથી હરાવ્યું છે. આઈપીએલ 2021ની આજે રવિવારે રમાયેલી મેચમાં કેકેઆરને હરાવીને બેંગ્લોરે પોતાની જીતની હેટ્રીક લગાવી હતી. આમ બેંગ્લોરે આઈપીએલમાં પહેલીવાર શરૂઆતની ત્રણે મેચો જીતી છે. 205 રનના મુશ્કેલી લક્ષ્યનો પીછો કરીને કોલકાત્તાની ટીમના ખેલાડીઓ મોટો સ્કોર ન કરી શક્યા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 204 રન બનાવ્યા હતા. જોકે, કોલકાત્તા નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરના અંતે માત્ર 166 રન બનાવી શકી હતી. આ માટે તેમને 8 વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું.

    કોલકાત્તાની ટીમમાંથી આંદ્રે રસેલે 31 કેપ્ટન ઓયન મોર્ગન 29 રન, શાકિબ અલ હસને 26 રન, રાહુલ ત્રિપાઠીએ 25, શુભમન ગીલે 21 અન નીતિશ રાણાએ 18 રન બનાવ્યા હતા. બેંગ્લોરના પેસર કાઈલ જૈમીસને સર્વાધિક 3 વિકેટ લીધી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે પણ એક વિકેટ લીધી હતી.



    રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની તોફાની બેટિંગના દમ ઉપર આઈપીએલની 14મી સીઝનના 10માં મુકાબલામાં કોલકત્તા નાઈટ રાીડર્સને 38 રનથી હરાવ્યું છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આમ ગ્લેન મેક્સવેલ 78 અને એબી ડિવિલિયર્સ 76 રનની તોફાની બેટિંગ કરીને 20 ઓવરના અંતે ચાર વિકેટના નુકસાન સાથે 204 રન બનાવ્યા હતા. જ્યારે કોલકાત્તાની ટીમે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

    આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની 10મી મેચમાં ​​​​​કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નઈ ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન કર્યા છે. RCB માટે ગ્લેન મેક્સવેલે પોતાના IPL કરિયરની 8મી અને એબી ડિવિલિયર્સે 39મી ફિફટી ફટકારી. બંનેએ અનુક્રમે 78 અને 76* રન કર્યા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તીએ 2, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણ અને પેટ કમિન્સે 1-1 વિકેટ લીધી.

    આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

    આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

    વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયો હતો. તે વરુણ ચક્રવર્તીની બોલિંગમાં રાહુલ ત્રિપાઠીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 6 બોલમાં 5 રન કર્યા હતા. તે પછી રજત પાટીદાર ચર્કવર્તીની એ જ ઓવરમાં 1 રને બોલ્ડ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ IPL 2021ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલોરે પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. ડેનિયલ ક્રિશ્ચિયનની જગ્યાએ રજત પાટીદાર રમી રહ્યો છે. RCB 3 ફોરેન પ્લેયર્સ સાથે જ મેચ રમશે. જ્યારે કોલકાતાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલ



    કોલકાતા નાઈટ રાઈડર્સ : નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કપ્તાન), આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાકિબ અલ હસન, પેટ કમિન્સ, હરભજન સિંહ, પ્રસિદ્વ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી
    Published by:ankit patel
    First published:April 18, 2021, 20:03 pm

    ટૉપ ન્યૂઝ