DC vs RR: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. (PIC-PTI)
IPL 2022: IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે તેની સમગ્ર મેચ ફી કાપી લેવામાં આવી છે. પંત ઉપરાંત દિલ્હી કેપિટલ્સના બોલર શાર્દુલ ઠાકુર અને સહાયક કોચ પ્રવિણ આમરેને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ વિવાદ દરમિયાન આમરે મેદાનમાં ઉતરી ગયા હતા.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant)ને રાજસ્થાન રોયલ્સ (Delhi Capitals vs Rajasthan Royals) સામેની મેચમાં નો-બોલ માટે અમ્પાયર સામે નારાજગી વ્યક્ત કરવા અને મેચમાં અવરોધ ઉભો કરવા માટેનો સામનો કરવો પડ્યો છે. IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે તેની સમગ્ર મેચ ફી કાપી લેવામાં આવી છે. પંત ઉપરાંત દિલ્હી કેપિટલ્સના બોલર શાર્દુલ ઠાકુર અને સહાયક કોચ પ્રવિણ આમરેને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ વિવાદ દરમિયાન આમરે મેદાનમાં ઉતરી ગયા હતા. તેમના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ તેમને મેચ ફીના 100% દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
શાર્દુલ ઠાકુરને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. પંતે આઈપીએલની આચાર સંહિતા હેઠળ કલમ 2.7ના લેવલ 2નો ભંગ કરવાનો આરોપ સ્વીકાર્યો છે. મેચમાં ઋષભ પંતને સપોર્ટ કરવા બદલ શાર્દુલને કલમ 2.8ના લેવલ 2નો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. ઠાકુરે પણ તેની સજા સ્વીકારી લીધી છે.
છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સને 36 રનની જરૂર હતી. પોવેલે ઓબેડ મેકકોયના પ્રથમ ત્રણ બોલમાં સિક્સર ફટકારી હતી. આ રીતે દિલ્હીને છેલ્લા ત્રણ બોલમાં 18 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા કુલદીપે અમ્પાયર તરફ ઈશારો કર્યો અને છેલ્લા બોલનો રિપ્લે જોવા કહ્યું કારણ કે જો તે કમરથી ઉપર હોત તો નો-બોલ બની શક્યો હોત. પોવેલે પણ અમ્પાયરો સાથે વાત કરવાનું શરૂ કર્યું પરંતુ મેદાન પરના અમ્પાયરોએ કહ્યું કે બોલ માન્ય હતો. ત્યારબાદ પંતે પોવેલ અને કુલદીપને પરત ફરવાનું કહ્યું. આ દરમિયાન સહાયક કોચ શેન વોટસને તેની સાથે વાત કરી હતી.
આ ઘટના દરમિયાન દિલ્હીના કોચિંગ સ્ટાફના સભ્ય પ્રવીણ આમરે પણ મેદાનમાં આવ્યા હતા, પરંતુ અમ્પાયરોએ તેમને બહાર જવા કહ્યું હતું. રાજસ્થાનના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કુલદીપને બહાર જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. મેચમાં 116 રન બનાવનાર રાજસ્થાનના ઓપનર અને જોસ બટલર પણ બાઉન્ડ્રી લાઈન પાસે પંત સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર