બીસીસીઆઈના ડોક્ટર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના ડોક્ટર્સના સંપર્કમાં છે. જાણવા મળ્યું છે કે, હવે ભારતીય બોર્ડે મેક્સ હોસ્પિટલને જણાવ્યું છે કે, લિંગામેન્ટની સારવારની જવાબદારી હવે બીસીસીઆઈની મેડિકલ ટીમની રહેશે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે વિકેટકીપર બેટર ઋષભ પંતની સારવાર માટે મુંબઈ શિફ્ટ કરી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પંતની ઈજાને લઈને જરાં પણ લાપરવાહી વર્તવા માગતું નથી. બોર્ડે પોતાના સ્ટાર ખેલાડીને જલ્દી સાજો કરવા માટે એક્શનમાં છે. જરુર પડવા પર તેને વિદેશ પણ મોકલી શકે છે. 25 વર્ષિય પંત શુક્રવાર સવારે દિલ્હી-દહેરાદૂન રોડ દુર્ઘટનાનો શિકાર થયો હતો. આ સમયે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ઋષભ પંતના ડાબા ઘુંટણમાં લિગામેંટ ફાટી ગયું છે અને તેની કોણી, પગના અંગૂઠામાં પણ ગંભીર ઈજા થઈ છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાએ બીસીસીઆઈના સૂત્રોના હવાલેથી લખ્યું છે કે, ઋષભ પંતને લિંગામેન્ટની ઈજાની સારવાર હવે બીસીસીઆઈની મેડિકલ ટીમ કરશે. બીસીસીઆઈના ડોક્ટર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના ડોક્ટર્સના સંપર્કમાં છે. જાણવા મળ્યું છે કે, હવે ભારતીય બોર્ડે મેક્સ હોસ્પિટલને જણાવ્યું છે કે, લિંગામેન્ટની સારવારની જવાબદારી હવે બીસીસીઆઈની મેડિકલ ટીમની રહેશે.
વિદેશ મોકલવા પર નિર્ણય
પંતને થોડા દિવસમાંથી મેક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકે છે. ત્યાર બાદ મુંબઈ શિફ્ટ કરવામાં આવશે. જ્યાં બીસીસીઆઈના ડોક્ટર તેની ઈજાની સ્થિતી ચેક કરશે અને જોશે કે, લિંગામેન્માં ક્યા ગ્રેડની ઈજા છે. ત્યારે નિર્ણય લેવામાં આવશે કે, તેને વિદેશ મોકલવાની જરુર છે કે, નહીં.
ક્રિકેટથી લાંબા સમય સુધી દૂર રહી શકે છે પંત
પંત ક્રિકેટથી લાંબા સમય સુધી દૂર રહી શકે છે. લિગામેન્ટની ઈજામાંથી બહાર આવતા તેને લગભગ 9 મહિના જેટલો સમય લાગી શકે છે. લિંગામેન્ટ ફાયબર્સનું એવું ગ્રુપ હોય છે, જે બે હાડકાને જોડે છે. તેનું ટિયર હોવાનો અર્થ, હાડકા પર વધારે ભાર આપવો. એટલા માટે ઈંજરી હોવા પર જખમ ભરવામાં ઘણો સમય લાગે છે અને પંત તો પ્રોફેશનલ ખેલાડી છે. તેના માટે સ્ટાંડર્ડ એટલા જ ઉંચા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર