Home /News /ipl /

અમદાવાદ પહોંચી ગયો રણવીર સિંહ, 1.30 લાખ લોકો સામે IPLની ફિનાલેમાં કરશે પરફોર્મ

અમદાવાદ પહોંચી ગયો રણવીર સિંહ, 1.30 લાખ લોકો સામે IPLની ફિનાલેમાં કરશે પરફોર્મ

અમદાવાદ પહોંચી ગયો રણવીર સિંહ

IPL 2022 Closing Ceremony: રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનાં વખાણ કરતો નજર આવે છે. કે આ શું કેટલું મોટું સ્ટેડિયમ છે. જેમાં આજે એક લાખ ત્રીસ હજાર લોકોની સામે હું પરફોર્મન્સ આપવાનો છું બહુ જ મજા આવશે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2022 Finale) ફાઇનલ મેચ આજે  અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે યોજાવવા જઇ રહી છે. જેની તડામાર તૈયારીઓ થઇ ગઇ છે. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT)નો સામનો રાજસ્થાન રોયલ્સ (RR) સાથે થશે. ફાઇનલ મેચ 29 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા સમાપન સમારોહ યોજાનાર હોવાથી રાત્રે 8.00 વાગ્યાથી ફાઇનલ મેચ રમાશે.

    IPL 2022નો સમાપન સમારોહ લગભગ 45 મિનિટનો હશે. IPLમાં 2018 પછી પ્રથમ વખત સમાપન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. 2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની શોકમાં કોઈ સમાપન કે ઉદ્દઘાટન સમારોહ નહોતો. જ્યારે 2020 અને 2021 ની સિઝનમાં કોરોના મહામારીના કારણે સમાપન સમારોહ મોકૂફ રાખવો પડ્યો હતો.




    રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનાં વખાણ કરતો નજર આવે છે. કે આ શું કેટલું મોટું સ્ટેડિયમ છે. બહુ મજા આવશે.. મોટી ગેમ છે..  જેમાં આજે એક લાખ ત્રીસ હજાર લોકોની સામે હું પરફોર્મન્સ આપવાનો છું.

    આ સમાપન સમારોહમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન અને બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પરફોર્મ કરતા જોવા મળશે. આ ઉપરાંત સમારોહ ઝારખંડના છાઉ નૃત્યના કલાકારો પણ પોતાનું પરફોર્મન્સ આપશે. તેમજ 'લાલ સિંઘ ચઢ્ઢા' મૂવીનું ટ્રેલર પણ ફાઇનલ મેચ દરમિયાન પ્રથમ ઇનિંગ્સના બીજા વ્યૂહાત્મક સમય સમાપ્તિ દરમિયાન લોન્ચ કરવામાં આવશે.

    પ્રભાત કુમાર મહતોના નેતૃત્વમાં 10 સભ્યોની છાઉ ડાન્સ ટીમ 24 મેના રોજ જ ગુજરાત જવા રવાના થઈ હતી. આ ટીમે ભૂટાન, સંયુક્ત આરબ અમીરાત અને ચીન જેવા ઘણા દેશોમાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે. આ પ્રવાસનો તમામ ખર્ચ BCCI ચૂકવી રહ્યું છે. પ્રભાત મહતોનું જૂથ મનભૂમ છાઉ રજૂ કરશે, જે છાઉ નૃત્યના સૌથી પ્રસિદ્ધ સ્વરૂપોમાંનું એક છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aamir Khan AR Raheman, GT vs RR, IPL 2022, Ranveer Singh, અમદાવાદ

    આગામી સમાચાર