Home /News /ipl /

Sanju Samson: સંજુ સેમસનનો ખુલાસો, આઉટ થતા જ બેટ તોડી નાખ્યું, સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો અને પછી…

Sanju Samson: સંજુ સેમસનનો ખુલાસો, આઉટ થતા જ બેટ તોડી નાખ્યું, સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો અને પછી…

ટીમ ઈન્ડિયાની બહાર 5 વર્ષ દરમિયાન સંજુ સેમસને કેવો સંઘર્ષ કર્યો હતો. આ કહાણી એક શોમાં કહેવામાં આવી છે. (રાજસ્થાન રોયલ્સ ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: રાજસ્થાન રોયલ્સના કેપ્ટને એવો પણ ખુલાસો કર્યો હતો કે, તે 5 વર્ષમાં મારું બેટ IPLમાં પણ ચાલ્યું નહીં. હું વહેલો નીકળી જતો હતો. આવી જ એક મેચમાં સસ્તામાં આઉટ થયા બાદ હું ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો અને મારું બેટ જોરથી નીચે ફેંકી દીધું અને મેચની વચ્ચે સ્ટેડિયમની બહાર નીકળી ગયો હતો.

વધુ જુઓ ...
  આઇપીએલ (IPL 2022) માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની કેપ્ટનશીપ કરી રહેલા સંજુ સેમસન (Sanju Samson) આજે ટીમ ઈન્ડિયા (Team India)માં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ તેની ગણતરી સૌથી પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેનોમાં થાય છે. તેણે 21 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. 2015ના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. પરંતુ સેમસન આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નહીં. જે બાદ તે 5 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો હતો. આ દરમિયાન તેને પોતાના ઘરની કેરળ ક્રિકેટ ટીમની બહાર પણ બેસવું પડ્યું હતું.

  તેણે ક્રિકેટ છોડવાનો પણ નિર્ણય લીધો હતો. પરંતુ પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને 25 વર્ષની ઉંમરે ફરીથી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો. આ 5 વર્ષોમાં તે કઈ મુસીબતોમાંથી પસાર થયો અને તેણે શું સહન કર્યું, આ બેટ્સમેને બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન શોમાં તેનો ખુલાસો કર્યો છે.

  આ પણ વાંચો- KKR vs RR: સતત 5 હાર બાદ KKR જીત્યું, રાણા-રિંકુની ઇનિંગ્સ રાજસ્થાન પર ભારે પડી

  5 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતોઃ સેમસન

  સંજુ સેમસને બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ શોમાં કહ્યું, “મેં 20-21 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે મને ફરીથી ભારતીય ટીમમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે 5 વર્ષ મારા માટે સૌથી પડકારજનક સમય હતો. મને કેરળની ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો અને તે પછી મને મારી ક્ષમતાઓ પર શંકા થવા લાગી હતી. મને આશ્ચર્ય થયું કે શું હું હવે પાછો આવી શકીશ."

  'મેં પણ ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું'

  રાજસ્થાન રોયલ્સના કેપ્ટને એવો પણ ખુલાસો કર્યો હતો કે, તે 5 વર્ષમાં મારું બેટ IPLમાં પણ ચાલ્યું નહીં. હું વહેલો નીકળી જતો હતો. આવી જ એક મેચમાં સસ્તામાં આઉટ થયા બાદ હું ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો અને મારું બેટ જોરથી નીચે ફેંકી દીધું અને મેચની વચ્ચે સ્ટેડિયમની બહાર નીકળી ગયો હતો. કદાચ તે બ્રેબોર્ન સ્ટેડિયમ હતુ. પછી મેં પણ વિચાર્યું કે હવે મારે ક્રિકેટ છોડીને ઘરે પરત ફરવું જોઈએ. મેં મારી જાતને વિચાર્યું કે હું મારું કામ છોડીને કેરળ પાછો આવી જઇશ.

  આ પણ વાંચો- VIDEO: લાઇવ મેચમાં સાથી ખેલાડીએ ટ્રેન્ટ બોલ્ટને બોલ મારતા તે મેદાન પર જ ઢળી પડ્યો

  'બહાર નીકળ્યા પછી 4 કલાકથી મરીન ડ્રાઈવ પર બેઠો છું'

  સેમસને આગળ કહ્યું, "તે પછી હું સીધો મરીન ડ્રાઈવર પાસે ગયો અને સમુદ્ર તરફ જોતો રહ્યો. હું વિચારતો હતો કે મારી સાથે શું થઈ રહ્યું છે? હું 4 કલાક ત્યાં બેઠો હતો અને પછી મેચ પૂરી થયા પછી હું રાત્રે હોટેલ પાછો ફર્યો અને તરત જ મારું બેટ જોયું, જે મેં જમીન પર પછાડ્યું હતું. જો કે તે બેટ તૂટી ગયું હતું. મને ખૂબ જ ખરાબ લાગ્યું અને વિચાર્યું કે બેટ ઓશીકા પર ફેંકવું જોઈતું હતું. કારણ કે તે મારું પ્રિય બેટ હતું."

  સેમસને IPL 2022માં 2 અડધી સદી ફટકારી હતી

  IPL 2022માં સેમસનનું પ્રદર્શન સારું રહ્યું છે. તેની કપ્તાનીમાં રાજસ્થાને અત્યાર સુધી ઘણી સારી રમત દેખાડી છે. રાજસ્થાન 10માં 6 મેચ જીત્યા બાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તેની પ્લેઓફમાં જવાની શક્યતાઓ ઘણી પ્રબળ છે. એક બેટ્સમેન તરીકે સેમસને 10 મેચમાં 33થી વધુની એવરેજથી 298 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં બે અડધી સદી ફટકારી છે. તેના બેટમાં 22 ચોગ્ગા અને 21 છગ્ગા પણ નીકળ્યા છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Rajasthan royals, Sanju samson, આઇપીએલ

  આગામી સમાચાર