Home /News /ipl /'IPL છોડો અને તમારા દેશને સપોર્ટ કરો', શ્રીલંકાના મંત્રીએ કહ્યું- ક્રિકેટર્સ નોકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

'IPL છોડો અને તમારા દેશને સપોર્ટ કરો', શ્રીલંકાના મંત્રીએ કહ્યું- ક્રિકેટર્સ નોકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

ભાનુકા રાજપક્ષે પણ શ્રીલંકાના સમર્થનમાં સામે આવ્યા (IPL Instagram)

ANI સાથે વાત કરતા શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને મંત્રી અર્જુન રણતુંગાએ કહ્યું કે, હું ખરેખર નથી જાણતો પરંતુ કેટલાક એવા ક્રિકેટરો છે જે IPLમાં શાનદાર રીતે રમી રહ્યા છે અને પોતાના દેશ વિશે વાત કરતા નથી.

શ્રીલંકા સૌથી મોટા આર્થિક સંકટ (Sri Lanka economic crisis) નો સામનો કરી રહ્યું છે. આઈપીએલમાં વ્યસ્ત કુમાર સંગાકારા, મહેલા જયવર્દને અને ભાનુકા રાજપક્ષે પણ શ્રીલંકાના સમર્થનમાં સામે આવ્યા છે. આ દરમિયાન શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને મંત્રી અર્જુન રણતુંગા (Arjuna Ranatunga)એ મંગળવારે IPL રમી રહેલા તમામ શ્રીલંકાના ખેલાડીઓને આ મુશ્કેલ સમયમાં આગળ આવવા અને તેમના દેશના સમર્થનમાં ઊભા રહેવા જણાવ્યું હતું. ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હું ખરેખર નથી જાણતો પરંતુ કેટલાક એવા ક્રિકેટરો છે જે IPLમાં શાનદાર રીતે રમી રહ્યા છે અને પોતાના દેશ વિશે વાત કરતા નથી.

કમનસીબે લોકો સરકાર સામે બોલતા ડરે છે. આ ક્રિકેટરો મંત્રાલય હેઠળના ક્રિકેટ બોર્ડ માટે પણ કામ કરી રહ્યા છે અને તેઓ તેમની નોકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હવે તેઓએ એક પગલું આગળ વધવું પડશે, કારણ કે કેટલાક યુવા ક્રિકેટરો આગળ આવ્યા છે અને વિરોધના સમર્થનમાં નિવેદનો પણ આપ્યા છે.

આ પણ વાંચો- VIDEO: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ LIVE મેચમાં શમી પર ગુસ્સે થઇ અપશબ્દો કહ્યા

આગળ આવવાની હિંમત હોવી જોઈએ

તેમણે કહ્યું કે જ્યારે કંઈક ખોટું થઈ રહ્યું હોય ત્યારે તમારે તમારા વ્યવસાય વિશે વિચાર્યા વિના તેની સામે બોલવા માટે આગળ આવવાની હિંમત રાખવી જોઈએ. રણતુંગાએ કહ્યું કે લોકો તેમને પૂછે છે કે હું વિરોધમાં કેમ નથી. વાત એટલી જ છે કે હું છેલ્લા 19 વર્ષથી રાજકારણમાં છું અને આ કોઈ રાજકીય મુદ્દો નથી.

આ પણ વાંચો- Sri Lanka crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટીની સુરતના કાપડ બજારને અસર, વેપારીઓના અંદાજે 50 કરોડથી વધુ ફસાયા

અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષ કે રાજનેતાએ વિરોધમાં ભાગ લીધો નથી અને આ દેશની જનતાની સૌથી મોટી તાકાત છે. શ્રીલંકા હાલમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. રોજબરોજની વસ્તુઓની ભારે અછત છે. સરકાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મહેલા જયવર્દને અને કુમાર સંગાકારાએ પણ ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
First published:

Tags: IPL 2022, IPL Latest News, Sri lanka crisis, Sri lanka news, Srilanka