Home /News /ipl /

PM મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે, શાહ મોદી સ્ટેડિયમમાં જોશે IPL 2022 ની ફાઇનલ મેચ

PM મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે, શાહ મોદી સ્ટેડિયમમાં જોશે IPL 2022 ની ફાઇનલ મેચ

આઈપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

મંત્રી વાઘાણી ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તારીખ 27, 28 અને 29 મે દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો અંતર્ગત દ્વારકાની પોલીસ કોસ્ટલ અકાદમીના તાલીમાર્થીઓ સાથે સંવાદ, અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલ આઈપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નિહાળશે અને તારીખ 29 મી મેના રોજ ગોધરા ખાતે પંચામૃત ડેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

વધુ જુઓ ...
    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં ગાંધીનગર (gandhinagar) ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી (Jitu Vaghani)એ મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની સંકલ્પનાને સાકાર કરવા વર્ષ 1981ના કાયદા હેઠળ એલ.પી.જી. ગેસ ડિલરોને ગેસ સિલિન્ડરના વિતરણ અને વેચાણ માટે પુરવઠા ખાતા પાસેથી લેવામાં આવતા નવા પરવાનામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય હયાત પરવાનાની મુદત પુરી થતા ડિલરોએ પરવાનાને રિન્યુ કરાવવાનો રહેશે નહી. આ નિર્ણયનો લાભ રાજ્યના આશરે 1000 જેટલા એલ.પી.જી. ડિસ્ટ્રિબ્યુટર્સને તેનો લાભ મળશે.

    વધુમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.28 મે 2022ના રોજ ‘‘સહકારથી સમૃદ્ધિ’’ કાર્યક્રમ યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.

    પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતની માહિતી આપતાં જીતુ વાઘાણીએ કહ્યું કે તા. 28મી મેના રોજ વડાપ્રધાન ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જસદણ ખાતે મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરી જાહેર કાર્યક્રમને સંબોધશે અને એ જ દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ‘‘સહકારથી સમૃદ્ધિ’’ સંમેલનને સંબોધશે.

    આ પણ વાંચો- ઇન્ડિયન પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે ખુશખબર

    મંત્રી વાઘાણી ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તારીખ 27, 28 અને 29 મે દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો અંતર્ગત દ્વારકાની પોલીસ કોસ્ટલ અકાદમીના તાલીમાર્થીઓ સાથે સંવાદ, અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલ આઈપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નિહાળશે અને તારીખ 29 મી મેના રોજ ગોધરા ખાતે પંચામૃત ડેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

    આ પણ વાંચો- અમદાવાદની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ધુણવા લાગ્યા

    પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આઠ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે ત્યારે તા.31મી મેના રોજ વડાપ્રધાન સિમલા ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૧મા હપ્તાના નાણાની રાશિ દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમમો યોજાશે. જેમાં વડાપ્રધાન સિમલા ખાતેથી ગુજરાતના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Gujarati news, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર