Home /News /ipl /

PBKS vs GT: રાહુલ તેવતિયાની સતત બે સિક્સથી ગુજરાતની રોમાંચક જીત, ગુજરાતની જીતની હેટ્રીક

PBKS vs GT: રાહુલ તેવતિયાની સતત બે સિક્સથી ગુજરાતની રોમાંચક જીત, ગુજરાતની જીતની હેટ્રીક

ગુજરાતની રોમાંચક જીત

pbks vs gt IPL 2022 latest update: રાહુલ તેવતિયાએ (Rahul tevatia) છેલ્લા બે બોલમાં બે છગ્ગા ફટકારીને ગુજરાત ટાઇટન્સને (Gujarat Titans) રોમાંચક જીત અપાવી હતી. ગુજરાતની ટીમે (Gujarat team) આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી છે.

    PBKS vs GT (Punjab vs Gujarat): IPL 2022ની 16મી મેચમાં રાહુલ તેવતિયાએ (Rahul tevatia) છેલ્લા બે બોલમાં બે છગ્ગા ફટકારીને ગુજરાત ટાઇટન્સને (Gujarat Titans) રોમાંચક જીત અપાવી હતી. ગુજરાતની ટીમે આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. ગુજરાતે પંજાબના 190 રનના ટાર્ગેટનો પીછો કરતા ચાર વિકેટ ગુમાવી જીત મેળવી હતી. ઓપનર શુભમન ગિલ તેની સદી માત્ર 4 રનથી ચૂકી ગયો હતો અને તેને ઇનિંગની 19મી ઓવરમાં કાગિસો રબાડાએ પેવેલિયન મોકલી દીધો હતો.

    190 રનનો પીછો કરતા ગુજરાતને પહેલો ફટકો વહેલી તકે લાગ્યો હતો અને કાગિસો રબાડાએ ઇનિંગની ચોથી ઓવરમાં મેથ્યુ વેડ (6)ને પેવેલિયન મોકલી દીધા હતા. શુભમન ગિલ જોકે મક્કમ રહ્યો અને તેણે ઘણા શાનદાર શોટ ફટકાર્યા. ગિલે તેની પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલા યુવા બેટ્સમેન બી સાઈ સુદર્શન સાથે બીજી વિકેટ માટે 101 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

    સુદર્શનને રાહુલ ચહરે નિશાન બનાવ્યો હતો અને આ ભાગીદારીને તોડી હતી. સુદર્શન ઇનિંગની 15મી ઓવરના ચોથા બોલ પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. સુદર્શને 30 બોલની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

    ગિલે વૈભવ અરોરાની ઇનિંગની પહેલી જ ઓવરમાં સતત બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ આગલી ઓવરમાં અર્શદીપ સિંહે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ ગિલે ઓડિયન સ્મિથ પર પ્રથમ (ઈનિંગની 8મી) સિક્સર ફટકારી હતી. જોકે પછીના બોલ પર તેનો કેચ છોડવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ-IPL 2022: ડેવિડ વોર્નર બની શકે છે વિશ્વનો ટોપ બેટ્સમેન, વિરાટ કોહલીને છોડી શકે છે પાછળ

    ત્યારબાદ ગિલે લિવિંગસ્ટોનની ઇનિંગ્સની 9મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને 29 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. કેપ્ટન હાર્દિક પંડ્યા નંબર પર ઉતર્યો. તેણે કાગિસો રબાડાની છેલ્લી (ઈનિંગની 19મી) ઓવરમાં સતત બોલમાં 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

    આ પહેલા લિયામ લિવિંગસ્ટોને શાનદાર ઇનિંગ રમી હતી અને 27 બોલમાં 64 રન બનાવ્યા હતા જેમાં 7 ફોર અને 4 સિક્સ સામેલ હતી. તેના સિવાય ઓપનર શિખર ધવને 30 બોલમાં 35 રન બનાવ્યા જેમાં 4 ફોર ફટકારી હતી. તે જ સમયે 9માં નંબર પર બેટિંગ કરવા આવેલા રાહુલ ચહરે 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. રાહુલે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. 11માં નંબરનો બેટ્સમેન અર્શદીપ સિંહ પણ 5 બોલમાં 10 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Cricket News Gujarati, IPL 2022, IPL Latest News

    આગામી સમાચાર