Home /News /ipl /IPL2023: મુંબઇ ઇન્ડિયન્સની ટીમે કર્યો મોટો બદલાવ, 5 વખત ચેમ્પિયન બનાવનારા ખેલાડીનો છોડ્યો સાથ
IPL2023: મુંબઇ ઇન્ડિયન્સની ટીમે કર્યો મોટો બદલાવ, 5 વખત ચેમ્પિયન બનાવનારા ખેલાડીનો છોડ્યો સાથ
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ (ફાઇલ)
IPL 2023: IPL 2023ની તૈયારી શરૂ થઇ ગઇ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ ટીમોએ મિની ઓક્શન માટે તૈયારી શરૂ કરી દીધી છે. બીસીસીઆઇએ તમામ ટીમોને 15 નવેમ્બર 2022 સુધી રિટેન કરેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાનો સમય આપ્યો છે અને કેટલીક ટીમોએ પહેલા જ આ યાદી જમા કરાવી દીધી છે.
IPL 2023: IPL 2023ની તૈયારી શરૂ થઇ ગઇ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ ટીમોએ મિની ઓક્શન માટે તૈયારી શરૂ કરી દીધી છે. બીસીસીઆઇએ તમામ ટીમોને 15 નવેમ્બર 2022 સુધી રિટેન કરેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાનો સમય આપ્યો છે અને કેટલીક ટીમોએ પહેલા જ આ યાદી જમા કરાવી દીધી છે.
IPLની ટોપ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે આ યાદીમાં કેટલાક એવા ખેલાડીઓને બહાર કર્યા છે જેનું નામ સાંભળીને તમે ચોકી જશો.
5 વખતનો ચેમ્પિયન ટીમની બહાર થયો
મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2023 પહેલા કિરોન પોલાર્ડને રિલીઝ કરી દીધો છે. આઇપીએલમાં કિરોન પોલાર્ડે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યુ હતુ. કિરોન પોલાર્ડે વર્ષ 2010માં મુંબઇ ઇન્ડિયન્સ માટે પ્રથમ વખત આઇપીએલ રમી હતી, ત્યારથી લઇને અત્યાર સુધી કિરોન પોલાર્ડ મુંબઇ ઇન્ડિયન્સનો જ ભાગ હતો. આઇપીએલ 2022ની મેગા હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને રિટેન કર્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2022ની મેગા ઓક્શનમાં કિરોન પોલાર્ડને 6 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
IPL 2022માં ટીમ માટે સારૂ પ્રદર્શન કરી શક્યો નહતો
આઇપીએલ 2022 મુંબઇ ઇન્ડિયન્સ માટે ખરાબ રહી હતી. ટીમે 14 મેચમાંથી માત્ર 5 મેચ જીતી હતી અને તે પ્લે ઓફ માટે પણ ક્વોલિફાઇ કરી શકી નહતી. ટીમના આ પ્રદર્શન બાદ આઇપીએલ 2023માં ટીમમાં બદલાવની આશા કરવામાં આવતી હતી અને તેનું સ્પષ્ટ ઉદાહરણ પોલાર્ડના બહાર થવાનું જોવા મળી રહ્યુ છે.
IPL 2022માં કિરોન પોલાર્ડના બેટથી માત્ર 144 રન જ બન્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તે કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. આઇપીએલ 2022માં પોલાર્ડે માત્ર ચાર વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનને કારણે મુંબઇ ઇન્ડિયન્સનું મેનેજમેન્ટ કિરોન પોલાર્ડને રિલીઝ કરવા પર મજબૂર બન્યુ હશે. જોકે, આ માત્ર મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે જેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સે જેસન બેહરનડોર્ફને ટ્રેડ કર્યો છે.