IPL મેગા ઓક્શન 2022 (IPL Auction 2022)ના પ્રથમ દિવસે કુલ 74 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં 20 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. આ ખેલાડીઓ પર કુલ 10 ફ્રેન્ચાઇઝીએ 388 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પ્રથમ દિવસે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan kishan) સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો.
IPL મેગા ઓક્શન 2022 (IPL Auction 2022)ના પ્રથમ દિવસે કુલ 74 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં 20 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. આ ખેલાડીઓ પર કુલ 10 ફ્રેન્ચાઇઝીએ 388 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પ્રથમ દિવસે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan kishan) સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ઈશાનને મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે શરૂઆતમાં મોટાભાગના ખેલાડીઓની અવગણના કરી. જેથી તેઓ ઈશાન કિશન માટે તગડી બોલી લગાવી શકે, કારણ કે તેઓએ ભારતીય ડાબા હાથના બેટર-કીપર પર 15.25 કરોડનો ખર્ચ કર્યો હતો.
MI એ ચાર સ્ટાર્સની સેવાઓ જાળવી રાખવા માટે તેમના કુલ રૂ. 90 કરોડના પર્સમાંથી રૂ. 42 કરોડનો ખર્ચ કર્યો અને આ રીતે બેંકમાં રૂ. 48 કરોડ સાથે IPL હરાજીમાં પ્રવેશ કરશે.
તેઓએ વધુમાં વધુ 25 ખેલાડીઓની ટીમ બનાવવી પડશે. અને આમાંના ચાર ખેલાડીઓને પહેલેથી જ રિટેન કર્યા પછી તેમની પાસે હવે 21 ઓપન સ્લોટ છે જેમાંથી સાત વિદેશી ક્રિકેટરોને તેઓ ટીમમાં સામેલ કરી શકે છે.