Home /News /ipl /

IPL 2022: મિશેલ માર્શનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ પણ RT-PCR નેગેટિવ, હવે દિલ્હી-પંજાબ મેચ રમાશે કે નહીં?

IPL 2022: મિશેલ માર્શનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ પણ RT-PCR નેગેટિવ, હવે દિલ્હી-પંજાબ મેચ રમાશે કે નહીં?

દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર મિશેલ માર્શનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. (Twitter)

IPL 2022: અગાઉ માર્શમાં આ બીમારીના લક્ષણો દેખાયા પછી વધુ ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવ્યા હતા જે પોઝિટિવ આવ્યો હતો. આ એટલા માટે પણ હોઈ શકે કારણ કે તે ફરહાર્ટના માર્ગદર્શન હેઠળ પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેનામાં હળવા લક્ષણો હતા જે ખતરનાક નહોતા.

વધુ જુઓ ...
  દિલ્હી કેપિટલ્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh)નો રેપિડ એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટમાં કોવિડ-19 પોઝિટિવ (Mitchell Marsh corona virus) આવ્યો હતો. આ પછી ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બુધવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) વચ્ચે IPLની મેચ રમાવાની છે. જોકે હવે માર્શનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આ મેચ પર કોઈ ખતરો નથી અને તે સમયસર યોજાશે.

  એ વાતની પણ પુષ્ટિ કરાઇ રહી છે કે ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ સિવાય ટીમના તમામ સભ્યો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ફરહાર્ટ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ આઈસોલેશનમાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધિકારીએ સોમવારે કહ્યું, 'મિચેલ માર્શનો RT-PCR રિપોર્ટ નેગેટિવ છે. RT-PCR રિપોર્ટને નિર્ણાયક ગણવામાં આવે છે.

  અધિકારીએ વધુમાં કહ્યું કે, 'માર્શ સિવાય અન્ય તમામ સભ્યોનો પણ RT-PCR ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. દિલ્હી અને પંજાબ વચ્ચે બુધવારની મેચ પર કોઈ ખતરો નથી. 30 વર્ષીય માર્શે વાનખેડે સ્ટેડિયમમાં 16 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી હતી. માર્શે તે મેચમાં 14 રન બનાવ્યા હતા.

  આ પણ વાંચો- PM Modi in Gujarat: પીએમ મોદીએ કચ્છની વિદ્યાર્થિનીને મહેસાણાના શિક્ષકો વિશે કર્યો સવાલ, જાણો કેમ?

  અગાઉ માર્શમાં આ બીમારીના લક્ષણો દેખાયા પછી વધુ ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવ્યા હતા જે પોઝિટિવ આવ્યો હતો. આ એટલા માટે પણ હોઈ શકે કારણ કે તે ફરહાર્ટના માર્ગદર્શન હેઠળ પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેનામાં હળવા લક્ષણો હતા જે ખતરનાક નહોતા. અગાઉ બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "દિલ્હી કેપિટલ્સ આજે પુણે જવાની હતી, પરંતુ ટીમના તમામ સભ્યોને તેમના સંબંધિત રૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. RT PCR એ જાણવા માટે કરવામાં આવી રહ્યું છે કે શું ટીમમાં કોવિડ-19નો કોઈ પ્રકોપ છે કે પેટ્રિક ફરહાર્ટ જેવો એકમાત્ર કેસ છે.

  ટીમના માલિશ કરનારમાં પણ કોવિડ-19ના લક્ષણો હતા પરંતુ તપાસનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. સૂત્રએ કહ્યું, “ટીમના તમામ ખેલાડીઓ પૂણેની હોટલમાં રોકાયા છે, જ્યાં BCCIએ બાયો-બબલ બનાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ મુસાફરી કરવાની હતી, પરંતુ હવે તેમાં વિલંબ થયો છે. સ્વાભાવિક છે કે જેની તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવશે તેઓ મંગળવારે આગળની યાત્રા પર જશે.

  આ પણ વાંચો- DC vs RCB મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમના સિક્યુરિટી ઈન્ચાર્જનું મોત, જાણો શું છે સમગ્ર મામલો

  BCCIના ટેસ્ટિંગ પ્રોટોકોલ મુજબ, IPL ટીમના દરેક સભ્યનું ટીમ બબલમાં દર પાંચમા દિવસે પરીક્ષણ કરવામાં આવે છે. જોકે છેલ્લા સત્રમાં તે દર ત્રીજા દિવસે થતો હતો. ફ્રેન્ચાઇઝીઓ તેમના સભ્યોની કસોટી પણ કરાવી શકે છે. દિલ્હી ટીમના એક સૂત્રએ સવારે જણાવ્યું હતું કે, "અમે આજે (સોમવારે) અહીંથી રવાના થવાના હતા પરંતુ આગળની સૂચના સુધી રૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે."

  IPL બાયો-બબલની બહાર કોવિડ-19ના કેસ વધવા લાગ્યા છે. બાયો-બબલની અંદર પણ વાયરસનું જોખમ વધી ગયું છે. છેલ્લી સિઝનમાં કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી. તે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં પૂર્ણ થઇ હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Coronavirus, Indian premier league, IPL 2022, IPL Latest News, આઇપીએલ

  આગામી સમાચાર