Home /News /ipl /કરોડોની લોટરીની જીત અફસોસમાં બદલાઈ ગઈ, પરિવારોને ગામ છોડીને ભાગવું પડ્યું, જાણો સમગ્ર મામલો

કરોડોની લોટરીની જીત અફસોસમાં બદલાઈ ગઈ, પરિવારોને ગામ છોડીને ભાગવું પડ્યું, જાણો સમગ્ર મામલો

બાળકોની લોટરીની જીત મા-બાપ માટે ભારે પડી ગઈ. (પ્રતીકાત્મક ફોટો)

Mexican Nursery Lottery: બાળકોની જીત સાર્વજનિક થયા બાદ તરત જ તેમને એક સશસ્ત્ર સમૂહ તરફથી ધમકીઓ મળવા લાગી. તેમની માંગ છે કે લોટરીના પૈસાનો ઉપયોગ હથિયાર ખરીદવા માટે કરવામાં આવે.

  નવી દિલ્હી. દક્ષિણ મેક્સિકોમાં માતા-પિતાનું કહેવું છે કે તેમના બાળકોની નર્સરી દ્વારા લોટરીમાં 20 મિલિયન પેસો ($950,000 અથવા ભારતીય રૂપિયામાં 7,07,53,672) જીત્યા પછી તેમને એક ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. નર્સરીમાં માત્ર બે ડઝનથી વધુ વિદ્યાર્થીઓ છે અને તેમના માતાપિતાને ઇનામ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.

  પરંતુ તેમની જીત જાહેર થયા પછી તરત જ તેમને સશસ્ત્ર જૂથ તરફથી ધમકીઓ મળી. તેઓ માંગ કરે છે કે લોટરીના પૈસાનો ઉપયોગ ગેંગ માટે હથિયાર ખરીદવા માટે કરવામાં આવે. ટોળકી તરફથી ધમકીઓ મળ્યા બાદ પરિવારને ગામ છોડવું પડ્યું અને હવે તેઓ મુશ્કેલભર્યું જીવન જીવી રહ્યા છે.

  ‘પ્લેન લોટરી’ની કેટલીય ટિકિટો ગરીબ શાળાઓ અને નર્સરીઓને દાનમાં આપવામાં આવી હતી

  મેક્સિકોમાં ગેંગ હિંસા ચારે બાજુ ફેલાયેલી છે અને સશસ્ત્ર જૂથો ઘણીવાર પ્રદેશના નિયંત્રણ માટે હરીફો સાથેની તેમની લડાઈમાં સ્થાનિક લોકોને ભરતી કરવાનો પ્રયાસ કરે છે. મેક્સિકોની બહુચર્ચિત ‘પ્લેન લોટરી’માં 500-પેસોની કેટલીક ટિકિટો અનામી લાભાર્થીઓ દ્વારા ખરીદવામાં આવી હતી અને દેશભરની ગરીબ શાળાઓ અને નર્સરીઓને દાનમાં આપવામાં આવી હતી.

  સપ્ટેમ્બર 2020માં વિજેતાઓના નામ જાહેર થયા હતા

  મેક્સિકન રાજ્યએ હોસ્પિટલના પુરવઠા માટે નાણાં એકત્ર કરવા માટે લોટરીનું આયોજન કર્યું. સપ્ટેમ્બર 2020માં 100 વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી અને મેક્સીકન ન્યુઝપેપરમાં નામો પ્રકાશિત કરવામાં આવ્યા. આ વિજેતાઓમાં સામેલ હતી સ્વદેશી ગામ ઓકોસિન્ગોમાં ચાલતી એક નાની નર્સરી. જ્યાં પહેલા તો લોટરીના સમાચાર સાંભળ્યા બાદ જશ્નનો માહોલ હતો, પરંતુ તેના સમાચાર ફેલાતાની સાથે જ સમસ્યાઓ શરૂ થઈ ગઈ.

  આ પણ વાંચો: Afghanistan Economy Crisis: અફઘાનિસ્તાન સામે નવું સંકટ, બેન્કિંગ સિસ્ટમ ગમે ત્યારે ઠપ થઈ શકે છે

  સશસ્ત્ર જૂથ 'લોસ પેટ્યુલ્સ' તરફથી મળી પરિવારોને ધમકીઓ

  પેરેન્ટ્સ એસોસિએશનના સભ્યો કહે છે કે તેમને લોસ પેટ્યુલ્સ નામના સશસ્ત્ર જૂથ તરફથી ધમકીઓ મળવા લાગી, જેમણે માંગ કરી હતી કે ઈનામની રકમનો ઉપયોગ ગેંગ માટે બંદૂકો ખરીદવા માટે કરવામાં આવે. માનવામાં આવે છે કે આ જ ગ્રુપે પડોશી ગામમાં હરીફ જૂથ પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

  ગેંગના હુમલા બાદ 28 પરિવારો ગામ છોડીને ભાગ્યા

  પરંતુ બાળકોના માતા-પિતાએ તેમને પૈસા આપવાનો ઇનકાર કરી નાખ્યો અને નર્સરી માટે નવી ટેરેસ પર રકમનો એક ભાગ ખર્ચ કરી નાખ્યો. આ વર્ષે જ્યારે માતા-પિતાએ તેમના ગામને વધુ સારું બનાવવા માટે બાકીના 14 મિલિયન પેસોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું ત્યારે ખતરો વધી ગયો હતો. માર્ચમાં એક બાળકના પિતાની ગેંગના સભ્યો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમણે તેને ઇનામની રકમ સોંપવાની માંગ કરી હતી. ગયા મહિને પરિસ્થિતિ વધુ ભયંકર બની ગઈ જ્યારે ગેંગે ગામમાં મહિલાઓ અને બાળકો પર હુમલો કર્યો, જેના પગલે 28 પરિવારો ગામ છોડીને ભાગી ગયા હતા.

  આ પણ વાંચો: મોદી સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સહિત 26 બિલ રજૂ કરશે, પેન્શન અને ડેટા પ્રોટેક્શન બિલ પણ સામેલ

  ‘ગેન્ગ ખતમ ન થાય ત્યાં સુધી પરિવારો તેમના ઘરે પરત નહીં ફરી શકે’

  પેરેન્ટ્સ યુનિયનના એક સભ્યએ જણાવ્યું કે, ગામમાં રહેતા લોકોએ ‘ઢોર, તેમના ઘર, રેફ્રિજરેટર, મકાઈ અને બીન પાક, તેમના ચિકન’ ગુમાવી દીધા છે. પરિવારોના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓએ સ્થાનિક અધિકારીઓઓને તેમની દુર્દશા વિશે ચેતવણી આપી હતી, પરંતુ જ્યાં સુધી ગેંગને નિઃશસ્ત્ર કરીને ખતમ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમના ઘરે પાછા ફરી શકશે નહીં.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Lottery, Mexico, World News in gujarati

  विज्ञापन
  विज्ञापन