ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી આ વર્ષના અંતમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. (આથિયા શેટ્ટી ઇન્સ્ટાગ્રામ)
KL Rahul Athiya shetty marriage: અભિનેત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) સાત જન્મો માટે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષે શિયાળામાં લગ્ન કરી શકે છે.
બોલિવૂડમાં લગ્નની સીઝન આખું વર્ષ ચાલુ રહેશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પછી હવે અભિનેત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) સાત જન્મો માટે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષે શિયાળામાં લગ્ન કરી શકે છે. તેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. પિંકવિલાની રિપોર્ટ અનુસાર આ કપલ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી શકે છે.
શેટ્ટી પરિવારના નજીકના એક સૂત્રને ટાંકીને પિંકવિલાએ જણાવ્યું કે આલિયાના માતા-પિતા કેએલ રાહુલને ખૂબ પસંદ કરે છે અને જો બધુ બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનો જન્મ મેંગ્લોરિયન તુલુ પરિવારમાં થયો હતો. ત્યાં જ કેએલ રાહુલ પણ મેંગલોર સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના દક્ષિણ ભારતીય રીતિ રિવાજ અનુસાર લગ્ન થશે. જો કે, હજુ સુધી બંનેના પરિવારો દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રાહુલ અને આથિયાએ ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ત્યારથી અથિયા તેના પ્રશંસકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનના રસપ્રદ ચિત્રો અને વીડિયો શેર કરે છે. આમાં કેએલ રાહુલનો પણ ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કેએલ રાહુલના 30માં જન્મદિવસ પર અભિનેત્રીએ એક નોટ દ્વારા ક્રિકેટર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આથિયાએ કેએલ રાહુલ સાથે તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. કેએલ રાહુલનું અથિયાના ભાઈ અહાન અને પિતા સુનીલ શેટ્ટી સાથે પણ સારું બોન્ડિંગ છે.
જણાવી દઇએ કે, લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow super giants)ના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul)ને ગઇ કાલની મેચમાં બેવડો ફટકો પડ્યો છે. IPL 2022 ની એક મેચમાં તેની ટીમ લખનૌને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) 18 રને પરાજય આપ્યો હતો. આ પછી રાહુલને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રાહુલે આઈપીએલની આચાર સંહિતાના લેવલ-1 હેઠળ ભૂલ સ્વીકારીને તેના પર લગાવવામાં આવેલ દંડ પણ સ્વીકારી લીધો છે. કેએલ રાહુલ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર