વિરાટ કોહલીએ ગુજરાત સામે 45 બોલમાં અડધી સદી ફટકારી હતી. (PIC-RCB/Instagram)
IPL 2022: આ પહેલા આ આઈપીએલમાં વિરાટનું બેટ શાંત હતું. તેણે ઇનિંગ્સની 13મી ઓવરના ત્રીજા બોલમાં રન લઈને ગુજરાત ટાઇટન્સ સામે તેની અડધી સદી પૂરી કરી હતી. આ ઓવરમાં મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, 'કિંગ કોહલી પાછો ફર્યો છે.'
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. કોહલીના બેટથી આઈપીએલ (IPL 2022) ની 15મી સિઝનમાં 14 ઈનિંગ્સ બાદ આ અડધી સદી બની હતી. તેણે 45 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ પહેલા આ આઈપીએલમાં વિરાટનું બેટ શાંત હતું. તેણે ઇનિંગ્સની 13મી ઓવરના ત્રીજા બોલમાં રન લઈને ગુજરાત ટાઇટન્સ સામે તેની અડધી સદી પૂરી કરી હતી. આ ઓવરમાં મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, 'કિંગ કોહલી પાછો ફર્યો છે.'
અન્ય એક યુઝરે લખ્યું, 'રાજા પાછો ફર્યો છે.' વિરાટ આ સમયે શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે શાનદાર કવર ડ્રાઇવ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ઇનિંગ્સની શરૂઆત કરી હતી.
આ પહેલા ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલીએ રજત પાટીદાર સાથે બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ શમીએ વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. શમીરે કોહલીને 58ના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. શમીએ તેના સચોટ યોર્કર પર RCBના પૂર્વ કેપ્ટનને આઉટ કર્યો હતો. RCBએ વિરાટના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર