Home /News /ipl /BCCI એ પત્રકાર બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે સમગ્ર વિવાદ
BCCI એ પત્રકાર બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે સમગ્ર વિવાદ
રિદ્ધિમાન સાહાના કેસમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજુમદાર પર કાર્યવાહી. (એએફપી)
બે મહિના પછી સાહાએ એક ટ્વિટ દ્વારા કહ્યું હતું કે તેને એક પત્રકાર દ્વારા ધમકી આપવામાં આવી હતી. પત્રકાર બોરિયા મજુમદાર દ્વારા સાહાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા મેસેજમાં મજુમદારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, “તમે ફોન કર્યો નથી. હું ક્યારેય તારો ઇન્ટરવ્યુ નહીં લઉ. હું અપમાનને હળવાશથી લેતો નથી અને તે યાદ રાખીશ."
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજુમદાર (Journalist Boria Majumdar) પર BCCIએ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. મજમુદાર પર ભારતના સિનિયર વિકેટકીપર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના ઓપનર રિદ્ધિમાન સાહા (Riddhiman Saha)ને ધમકાવવાનો આરોપ છે. રિદ્ધિમાન સાહાએ ગયા મહિને સોશિયલ મીડિયા પર એક મેસેજના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. જેમાં સાહાને એક પત્રકારે ધમકી આપી હતી. આ પછી સાહાને ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત ઘણા ખેલાડીઓએ તે પત્રકારનું નામ બધાની સામે જાહેર કરવા કહ્યું હતું. રવિ શાસ્ત્રીએ આ મામલે BCCI પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ પછી બીસીસીઆઈએ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
બીસીસીઆઈએ સાહાનો સંપર્ક કર્યો જ્યાં તેણે સમગ્ર મામલો બોર્ડને જણાવ્યો હતો. ત્યારબાદ બોર્ડે 3 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સમિતિમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ ધૂમલ અને બોર્ડના ટોચના કાઉન્સિલ સભ્ય પ્રભતેજ સિંહ ભાટિયાનો સમાવેશ થાય છે. તેમણે સમગ્ર મામલાની તપાસ કરી હતી.
બે મહિના પછી સાહાએ એક ટ્વિટ દ્વારા કહ્યું હતું કે તેને એક પત્રકાર દ્વારા ધમકી આપવામાં આવી હતી. પત્રકાર બોરિયા મજુમદાર દ્વારા સાહાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા મેસેજમાં મજુમદારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, “તમે ફોન કર્યો નથી. હું ક્યારેય તારો ઇન્ટરવ્યુ નહીં લઉ. હું અપમાનને હળવાશથી લેતો નથી અને તે યાદ રાખીશ."
ગયા મહિને બોરિયા મજમુદારે એક વીડિયોમાં કહ્યું હતું કે, “સ્ક્રીનશોટ સાથે છેડછાડ કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે સાચો નથી. સાહાનો ઈન્ટરવ્યુ પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યો હતો, તેણે ઈન્ટરવ્યુ માટે ઝૂમ લિંક મોકલવાનું કહ્યું હતું. પરંતુ સમય આપ્યા બાદ પણ તે ઉપલબ્ધ થયો ન હતો. તમને જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહાને આ વર્ષે શ્રીલંકા સામેની હોમ ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી સાહા બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડથી પણ નારાજ થઈ ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર