T20 world cup: ટી-20 વર્લ્ડ કપના 2 દિગ્ગજ ખેલાડી આઇપીએલમાં ફસકી પડ્યા, આ વખતે ટીમમાંથી થશે બહાર!
T20 world cup: ટી-20 વર્લ્ડ કપના 2 દિગ્ગજ ખેલાડી આઇપીએલમાં ફસકી પડ્યા, આ વખતે ટીમમાંથી થશે બહાર!
IPL 2022: વરુણ ચક્રવર્તી 8 મેચમાં માત્ર 4 વિકેટ લઈ શક્યો છે. (એએફપી)
IPL 2022: આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. આમાં યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) અને લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Vhakravarthy) નું નામ ટોચ પર છે.
ભારતીય ટીમને IPL (IPL 2022) ની દરેક સિઝનમાંથી યુવા ખેલાડીઓ મળે છે. વર્તમાન સિઝનમાં પણ ઘણા યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. પરંતુ ગત વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનેલા 2 દિગ્ગજ ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના માટે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. આમાં યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) અને લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Vhakravarthy) નું નામ ટોચ પર છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન રમવાના કારણે સિનિયર બેટ્સમેન શિખર ધવનને છેલ્લા ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમમાં તક મળી નથી. પરંતુ વર્તમાન સિઝનમાં જ્યાં ઈશાન ફ્લોપ થઇ રહ્યો છે. ત્યાં જ બીજી તરફ ધવને શાનદાર કામ કર્યું છે. ઈશાને 8 ઈનિંગ્સમાં 29ની એવરેજથી 199 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ માત્ર 108 છે, જે ટી-20ની દ્રષ્ટિએ સારો નથી. તે છેલ્લી 6 ઇનિંગ્સમાંથી 5માં 20 રનના આંકને પણ સ્પર્શી શક્યો નહોતો.
શિખર ધવનની વાત કરીએ તો તેણે વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે દિલ્હી કેપિટલ્સમાં સામેલ છે. તેણે 8 ઇનિંગ્સમાં 43ની એવરેજથી 302 રન બનાવ્યા છે. તેણે 2 અડધી સદી પણ ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 132 છે. એટલે કે રન અને સ્ટ્રાઈક રેટ બંનેની દૃષ્ટિએ ધવનનો રેકોર્ડ ઈશાન કિશન કરતા ઘણો સારો છે. બીજી તરફ લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીની વાત કરીએ તો તે પણ વર્તમાન સિઝનમાં ફ્લોપ ચાલી રહ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સમાં સામેલ વરુણ 8 મેચમાં 62ની એવરેજથી માત્ર 4 વિકેટ લઈ શક્યો છે. તેની ઇકોનોમી 9 ની આસપાસ છે. તે કોઈપણ મેચમાં 2 વિકેટ લઈ શક્યો ન હતો. યુઝવેન્દ્ર ચહલ ગયા વર્લ્ડ કપમાં ટીમની બહાર હતો. તેણે વર્તમાન સિઝનમાં અદભૂત રીતે સારું પ્રદર્શન કર્યું છે. ચહલે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા અત્યાર સુધીમાં 8 મેચમાં 13ની એવરેજથી 18 વિકેટ ઝડપી છે. આ તેના શાનદાર પ્રદર્શન પરથી સમજી શકાય છે. તેની ઇકોનોમી 7 ની આસપાસ છે, જે ખૂબ સારી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર