Home /News /ipl /IPL 2023: વિશ્વની સૌથી મોટી લીગ બનશે IPL, વિદેશી લીગમાં ભારતીય ખેલાડી નહી રમે; અરૂણ ધૂમલ

IPL 2023: વિશ્વની સૌથી મોટી લીગ બનશે IPL, વિદેશી લીગમાં ભારતીય ખેલાડી નહી રમે; અરૂણ ધૂમલ

આઇપીએલ ટ્રોફી (ફાઇલ)

IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગના નવા ચેરમેન અરૂણ ધૂમલનું માનવુ છે કે આ ઘરેલુ ટી-20 આગામી પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી લીગ બની જશે, તેમનું એવુ પણ કહેવુ છે કે મહિલા આઇપીએલને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો વિચાર સ્પષ્ટ છે. અરૂણ ધૂમલે કહ્યુ કે આઇપીએલમાં અઢી મહિનામાં 10 ટીમ વચ્ચે 94 મેચનું આયોજન કરવાની યોજના છે.

વધુ જુઓ ...
  IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગના નવા ચેરમેન અરૂણ ધૂમલનું માનવુ છે કે આ ઘરેલુ ટી-20 આગામી પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી લીગ બની જશે, તેમનું એવુ પણ કહેવુ છે કે મહિલા આઇપીએલને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો વિચાર સ્પષ્ટ છે. અરૂણ ધૂમલે કહ્યુ કે આઇપીએલમાં અઢી મહિનામાં 10 ટીમ વચ્ચે 94 મેચનું આયોજન કરવાની યોજના છે.

  IPLએ 2023-2027ના ચક્ર માટે 48,390 કરોડ રૂપિયામાં મીડિયા અધિકાર વેચ્યા છે. જેનાથી આઇપીએલ પ્રતિ મેચ કિંમત મામલે વિશ્વની બીજી સૌથી કિંમતી લીગ બની ગઇ છે. અરૂણ ધૂમલે કહ્યુ કે નવી યોજનાઓ સાથે આગળ વધવુ સમયની માંગ છે અને એવો કોઇ કારણ જોવા નથી મળતુ કે જેનાથી આઇપીએલ વિશ્વની સૌથી મોટી લીગ ના બની શકે. ધૂમલને પૂછવામાં આવ્યુ કે આઇપીએલને આગળ વધારવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની શું યોજનાઓ છે.

  અરૂણ ધૂમલે જણાવ્યુ, આઇપીએલ અત્યારે જે છે, તેનાથી કઇક મોટી હશે અને આ વિશ્વની નંબર એક રમત લીગ બની જશે. અમારી તેમાં નિશ્ચિત રીતે નવી યોજનાઓ જોડવાની યોજનાઓ છે, જેનાથી આ પ્રશંસકોના વધુ અનુકૂળ બની શકે. જે લોકો તેને ટીવી પર જુવે છે અને જે સ્ટેડિયમમાં આવીને જોવે છે, અમે તેને સારો અનુભવ આપવા માંગીએ છીએ. જો અમે આઇપીએલનો કાર્યક્રમ પહેલા તૈયાર કરી દઇએ તો ફેન્સ તેના અનુસાર પોતાની યાત્રાનો કાર્યક્રમ બનાવી શકે છે.

  બીસીસીઆઇએ આઇપીએલમાં બે નવી ટીમ જોડીને 12 હજાર કરોડ રૂપિયા કરતા વધુની કમાણી કરી છે. જોકે, અરૂણ ધૂમલે સ્પષ્ટ કરી દીધુ કે તેમાં હજુ અન્ય ટીમ જોડવાની સંભાવના નથી. ધૂમલે કહ્યુ, ટીમોની સંખ્યા 10 જ રહેશે, જો તેની સંખ્યા વધારવામાં આવે છે તો પછી એક સાથે ટૂર્નામેન્ટનું આયોજન કરવુ મુશ્કેલ બની જશે. અરૂણ ધૂમલે કહ્યુ, અમે પહેલા બે સત્રમાં 74 મેચ અને પછી 84 મેચનું આયોજન કરવા પર વિચાર કરી રહ્યા છીએ. જો વસ્તુ અનુકૂળ નથી રહેતી તો પાંચમા વર્ષમાં 94 મેચ આયોજિત કરવામાં આવી શકે છે. અમે ખુદની તુલના ફૂટબૉલ અથવા વિશ્વની અન્ય લીગથી નથી કરી શકતા, કારણ કે ક્રિકેટની જરૂરતો પુરી રીતે ભિન્ન છે. તમે એક જ રીતની પિચ પર છ મહિના સુધી રમી નથી શકતા.

  વિશ્વભરમાં જે રીતની ટી-20 લીગ શરૂ થઇ રહી છે, તેવામાં બીસીસીઆઇ પર પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની પરવાનગી આપવાનું દબાણ વધી રહ્યુ છે. આઇપીએલના માલિકોએ દક્ષિણ આફ્રિકાની નવી લીગની તમામ 6 ટીમ ખરીદી છે. એવામાં સ્વાભાવિક છે કે તે આ ટીમોમાં ભારતીય ખેલાડીઓને સામેલ કરવા માંગે છે.

  જોકે, ધૂમલે સ્પષ્ટ કરી દીધુ કે બીસીસીઆઇનું પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની પરવાનગી આપવાનો કોઇ ઇરાદો નથી. ધૂમલે કહ્યુ, સૈદ્ધાંતિક રીતે બીસીસીઆઇનો નિર્ણય છે કે અમારા કરાર ખેલાડી અન્ય લીગમાં નથી રમી શકતી, તેમની ભલાઇ માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  પ્રથમ મહિલા આઇપીએલ આવતા વર્ષે માર્ચમાં રમાશે. મહિલા આઇપીએલમાં પાંચ ટીમ ભાગ લેશે. જોકે, હજુ સુધી ટીમનું વેચાણ કરવામાં આવ્યુ નથી. અરૂણ ધૂમલે મહિલા આઇપીએલ વિશે કહ્યુ, અમે આ રીતની મહિલા આઇપીએલની યોજના બનાવી રહ્યા છીએ જેનાથી નવા ફેન્સ આ રમત સાથે જોડાઇ શકે.
  Published by:mujahid tunvar
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन