Home /News /ipl /IPL 2023: ક્રિકેટ રસીયાઓ માટે આવ્યા ગૂડ ન્યૂઝ, IPL માં જલ્દી થશે મોટાપાયે ફેરફારો
IPL 2023: ક્રિકેટ રસીયાઓ માટે આવ્યા ગૂડ ન્યૂઝ, IPL માં જલ્દી થશે મોટાપાયે ફેરફારો
આઇપીએલ 2023 હરાજી
IPL 2023 Mini Auction : માં 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાશે. ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ ભાગ લેશે.
IPL 2023 MINI AUCTION: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)નું બિગુલ વાગી ચૂક્યું છે. આ વખતે મિની હરાજી (IPL 2023 Mini Auction)માં 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાશે. ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી આઇપીએલ (IPL 2023)માં રમવા માટેની હરાજીમાં ભાગ લેશે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આપી છે. આ નિવેદનમાં સેક્રેટરી જય શાહે (Jay Shah) કહ્યું છે કે, આ વખતે મિની હરાજીમાં 87 ખેલાડીઓ બોલી લગાવવામાં આવી શકે છે. તેમાં વિદેશી પ્લેયર્સની સંખ્યા 30 (30 Foreign Players in IPL 2023 Auction) રહેશે.
જાણો, શું કહ્યું જય શાહે
જય શાહે જણાવ્યા અનુસાર, "જો ફ્રેન્ચાઇઝીઓને આગામી સિઝનમાં તેમની ટીમમાં મહત્તમ 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવે છે, તો મિની હરાજીમાં કુલ 87 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આમાં 30 વિદેશી ખેલાડીઓ સામેલ હશે. અત્યાર સુધી દરેક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાં વધુમાં વધુ 8 વિદેશી રહી શકે છે.
ઓસ્ટ્રેલિયાના 57 ક્રિકેટર થશે સામેલ
આ મીની હરાજીમાં 277 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આ તમામ ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 57 ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના 52 ખેલાડીઓ રહેશે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના 33, ઇંગ્લેન્ડના 31, ન્યૂઝીલેન્ડના 27, શ્રીલંકાના 23, અફઘાનિસ્તાનના 14, આયરલેન્ડના 8, નેધરલેન્ડના 7, બાંગ્લાદેશના 6, યુએઇના 6, ઝીમ્બાબ્વેના 6, નામીહિયાના 5 અને સ્કોટલેન્ડના 2 ખેલાડી સામેલ છે.
મીની હરાજીમાં કુલ ખેલાડીઓમાંથી 185 (જેઓ રાષ્ટ્રીય ટીમમાં રમ્યા છે) અને 786 અનકેપ્ડ ખેલાડીઓને મર્યાદિત કરવામાં આવશે. જ્યારે સહયોગી દેશોના 20 ખેલાડીઓ છે. આ યાદીમાં 604 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ છે, જેમાંથી 91 અગાઉ પણ આઇપીએલનો હિસ્સો રહી ચૂક્યા છે.
હૈદરાબાદના પર્સમાં છે સૌથી વધુ પૈસા
સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરનને ડિસ્ચાર્જ કરી દીધા છે. આ સાથે જ જેસન હોલ્ડરને લખનઉએ રિલીઝ કર્યો હતો. જ્યારે મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સે રિલીઝ કર્યો હતો. તેના પાછળનું કારણ ખરાબ પ્રદર્શનની સાથે આ ખેલાડીઓની કિંમત પણ હતી. વિલિયમસન અને પૂરનને રીલીઝ કરવાના કારણે સનરાઇઝર્સના પર્સમાં 24.75 કરોડ રૂપિયા આવી ગયા છે. તેથી જોઇએ તો સનરાઇઝર્સ હૈદરાબાદની પાસે પર્સમાં સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા આવી ચૂક્યા છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર