Home /News /ipl /23 ડિસેમ્બરે કોચ્ચીમાં IPL ખેલાડીઓની હરાજી, 15 નવેમ્બર સુધી BCCIને રિટેન અને રિલીઝ ક્રિકેટર્સની યાદી સોપવી પડશે

23 ડિસેમ્બરે કોચ્ચીમાં IPL ખેલાડીઓની હરાજી, 15 નવેમ્બર સુધી BCCIને રિટેન અને રિલીઝ ક્રિકેટર્સની યાદી સોપવી પડશે

23 ડિસેમ્બરે આઇપીએલની હરાજી યોજાશે

IPL Auction set For Kochi: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની હરાજી 23 ડિસેમ્બર 2022માં કોચ્ચીમાં યોજાશે. આ દાવો ઇએસપીએન ક્રિક ઇન્ફોના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આઇપીએલ 2023 માટે યોજાનારી હરાજીમાં દરેક ટીમનું કુલ બજેટ 90 કરોડ રૂપિયાથી વધારીને 95 કરોડ રૂપિયા કરવાની આશા છે.

વધુ જુઓ ...
    IPL Auction set For Kochi: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની હરાજી 23 ડિસેમ્બર 2022માં કોચ્ચીમાં યોજાશે. આ દાવો ઇએસપીએન ક્રિક ઇન્ફોના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આઇપીએલ 2023 માટે યોજાનારી હરાજીમાં દરેક ટીમનું કુલ બજેટ 90 કરોડ રૂપિયાથી વધારીને 95 કરોડ રૂપિયા કરવાની આશા છે.

    આ પહેલા ફેબ્રુઆરી 2022માં આઇપીએલે મેગા ઓક્શનનું આયોજન કર્યુ હતુ, જેમાં 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. (વધુમાં 217 સ્લૉટ ઉપલબ્ધ હતા). મેગા ઓક્શનમાં 107 કેપ્ડ ખેલાડી અને 97 અનકેપ્ડ ખેલાડી હતા. કુલ 551.7 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ખરીદવામાં આવેલા ખેલાડીઓમાં 137 ભારતીય અને 67 વિદેશી હતા.

    IPL 2022 મેગા ઓક્શન પછી પંજાબ કિગ્સના પર્સમાં સૌથી વધુ રકમ


    ટીમબાકી રહેલી રકમ
    પંજાબ કિંગ્સ3.45 કરોડ રૂપિયા
    લખનઉં સુપર જાયન્ટકોઇ રકમ નથી
    ચેન્નાઇ સુપરકિંગ્સ2.95 કરોડ રૂપિયા
    રોયલ ચેલેન્જર્સ બેંગુલરૂ1.55 કરોડ રૂપિયા
    રાજસ્થાન રોયલ્સ0.95 કરોડ રૂપિયા
    કોલકાતા નાઇટ રાઇડર્સ-0.45 કરોડ રૂપિયા
    ગુજરાત ટાઇટન્સ0.15 કરોડ રૂપિયા
    મુંબઇ ઇન્ડિયન્સ0.10 કરોડ રૂપિયા
    સનરાઇઝર્સ હૈદરાબાદ0.10 કરોડ રૂપિયા
    દિલ્હી કેપિટલ્સ-0.10 કરોડ રૂપિયા



    ખેલાડીઓને રિલીઝ કરવામાં એક અઠવાડિયા કરતા ઓછો સમય

    IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝી 15 નવેમ્બર સુધી રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની યાદી બીસીસીઆઇને સોપવાની છે. આઇપીએલ ટીમ દ્વારા ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવા માટે હવે એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બાકી છે.

    એવામાં તમામ ફ્રેન્ચાઇઝી 23 ડિસેમ્બરે મિની-ઓક્શન પહેલા પોતાના રોસ્ટરને અંતિમ રૂપ આપી શકે. સૌથી વધુ અવાજ દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ કેપમાંથી આવી રહ્યો છે કારણ કે આ ટીમ પોતાની ચોઇસ સાથે તૈયાર છે.

    આઇપીએલ 2023ની હરાજીમાં ઉતર્યા પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જમા કર્યા પહેલા કેટલાક નિર્ણય લેવા પડશે. ફાફ ડુ પ્લેસિસની હાજરી છતા ઓપનિંગની એક સમસ્યા છે.

    ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, રજત પાટીદાર અને શાહબાજ અહમદને રિટેન કરવા પાક્કુ છે. બોલિંગ વિભાગમાં વાનિંદુ હસરંગા, મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ જેવા ખેલાડી પણ ટીમમાં જગ્યા બનાવી શકે છે.
    મુંબઇ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ડેનિયલ સેમ્, ટીમ ડેવિડ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, ટ્રિસ્ટન સ્ટબ્સ, તિલક વર્માને રિટેન કરવામાં આવી શકે છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: આઇપીએલ, આઇપીએલ ઓક્શન, ક્રિકેટ ન્યૂઝ, બીસીસીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन