Home /News /ipl /IPL 2023: કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમશે શાર્દુલ ઠાકુર, દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રેડ કર્યો

IPL 2023: કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમશે શાર્દુલ ઠાકુર, દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રેડ કર્યો

કોલકાતા નાઇટ રાઇડર્સે ત્રણ ખેલાડીને IPL 2023 માટે ટ્રેડ કર્યા

IPL 2023: IPL 2023માં શાર્દુલ ઠાકુર કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમશે. આ પહેલા આઇપીએલ 2022માં શાર્દુલ ઠાકુર દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સમાંથી શાર્દુલ ઠાકુરને ટ્રેડ કર્યો છે. આ રીતે શાર્દુલ ઠાકુર ત્રીજો ખેલાડી છે, જેને શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે ટ્રેડ કર્યો છે. આ ટીમે ગુજરાત ટાઇટન્સમાંથી લૉકી ફર્ગ્યૂસન અને રહમાનુલ્લા ગુરબાજને ટ્રેડ કર્યો હતો.

વધુ જુઓ ...

IPL 2022માં આવુ રહ્યુ શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સે આઇપીએલ મેગા ઓક્શન 2022માં શાર્દુલ ઠાકુરને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઓલ રાઉન્ડર પ્રદર્શનની વાત કરીએ તો આઇપીએલ 2022ની 14મી મેચમાં શાર્દુલ ઠાકુરે 15 વિકેટ ઝડપી હતી. જ્યારે આ દરમિયાન ઇકોનોમી 9.79ની રહી હતી. આ સિવાય બેટિંગમાં 138ની સ્ટ્રાઇક રેટથી 120 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર વર્ષ 2017થી સતત આઇપીએલ રમી રહ્યો છે.

ગત વર્ષે 10.75 કરોડ રૂપિયામાં વેચાયો હતો શાર્દુલ ઠાકુર

IPL મેગા ઓક્શન 2022માં દિલ્હી કેપિટલ્સ સિવાય પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સે શાર્દુલ ઠાકુર પર બોલી લગાવી હતી. દિલ્હી કેપિટલ્સે આ ઓલ રાઉન્ડરને 10.75 કરોડ રૂપિયામાં પોતાના નામે કર્યો હતો.
First published: