Home /News /ipl /IPL ટીમોએ પોતાના નિર્ણયથી ચોકાવ્યા, જાણો કઇ ટીમે ક્યા ખેલાડીને રિટેન-રીલિઝ કર્યા, Full List

IPL ટીમોએ પોતાના નિર્ણયથી ચોકાવ્યા, જાણો કઇ ટીમે ક્યા ખેલાડીને રિટેન-રીલિઝ કર્યા, Full List

IPL 2023ની હરાજી પહેલા 10 ટીમોએ ખેલાડીઓને રિલીઝ- રિટેન કર્યા

IPL 2023 Retention List: IPL 2023 માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ હરાજી પહેલા તમામ 10 ટીમોએ રિટેન્શન લિસ્ટ જાહેર કરી દીધુ છે. આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સે 13 ખેલાડીઓને આઇપીએલની હરાજી પહેલા રીલિઝ કરી દીધા છે.

  IPL 2023 Retention List: IPL 2023 માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ હરાજી પહેલા તમામ 10 ટીમોએ રિટેન્શન લિસ્ટ જાહેર કરી દીધુ છે. આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સે 13 ખેલાડીઓને આઇપીએલની હરાજી પહેલા રીલિઝ કરી દીધા છે. જ્યારે આઇપીએલની બે ટીમોએ પોતાના કેપ્ટનને જ રીલિઝ કરી નાખ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તેમજ પંજાબ કિંગ્સે પોતાના કેપ્ટનને બહાર કર્યા છે.

  કઇ ટીમે ક્યા ખેલાડીને રિટેન અને રીલિઝ કર્યા

  ગુજરાત ટાઇટન્સ- વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે વધુ ફેરબદલ નથી કર્યો. લૉકી ફર્ગ્યૂસન, ગુરબાજ જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- રહમાનુલ્લાહ ગુરબાજ, લૉકી ફર્ગ્યૂસન, ડોમિનિક ડ્રેક્સ, ગુરકીરત સિંહ, જેસન રોય, વરૂણ એરોન

  વર્તમાન ટીમ- હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલ્લર, અભિનવ મનોહર, સાઇ સુદર્શન, ઋદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલ્જારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નાલકંડે, જયંત યાદવ, આરસાઇ કિશોર, નૂર અહમદ

  પર્સમાં બાકી રકમ- 19.25 કરોડ રૂપિયા

  મુંબઇ ઇન્ડિયન્સ: મુંબઇ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડ સહિત 13 ખેલાડીઓને રીલિઝ કર્યા છે. મુંબઇએ જેસન બેહરેનડૉર્ફને ટ્રેડિંગ દ્વારા ટીમમાં સામેલ કર્યો છે.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી: કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંહ, આર્યન જુયાલ, બાસિલ થમ્પી, ડેનિયલ સેમ્સ, ફેબિયન એલેન, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, મુરૂગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રિલે મેરેડિથ, સંજય યાદવ, ટાઇમલ મિલ્સ

  ટ્રેડ પ્લેયર્સ- જેસન બેહરેનડૉર્ફ

  વર્તમાન ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), ટીમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, અર્જૂન તેંડુલકર, અર્શદ ખાન, કુમાર કાર્તિકેય, ઋતિક શૌકીન, જેસન બેહરેનડૉર્ફ, આકાશ મધવાલ

  પર્સમાં બાકી રકમ- 20.55 કરોડ

  સનરાઇઝર્સ હૈદરાબાદ- ઓરેન્જ આર્મીએ કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરનને રીલિઝ કરી દીધા છે.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- કેન વિલિયમસન, નિકોલસ પૂરન, જગદીશ સૂચિત, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, સીન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદ

  વર્તમાન ટીમ- અબ્દુલ સમદ, એડન માર્કરમ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જાનસેન, વોશિંગ્ટન સુંદર, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભૂવનેશ્વર કુમાર, ટી.નટરાજન, ઉમરાન મલિક

  પર્સમાં બાકી રકમ- 42.25 કરોડ

  ચેન્નાઇ સુપરકિંગ્સ- ટીમમાં મોટા નામમાં ડ્વેન બ્રાવો અને ઇંગ્લેન્ડના ક્રિસ જોર્ડનને રીલિઝ કરવામાં આવ્યો છે. ગત સીઝન બાદ રોબિન ઉથપ્પાએ સંન્યાસ લઇ લીધો હતો.

  રીલિઝ કરવામાં આવેલા ખેલાડી- ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, એડમ મિલને, હરિ નિશાંત, ક્રિસ જોર્ડન, ભગત વર્મા, કેએમ આસિફ, નારાયણ જગદીશન

  વર્તમાન ટીમ- એમએસ ધોની (કેપ્ટન), ડ્વેન બ્રાવો, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડૂ, સુભ્રાંશુ સેનાપતિ, મોઇન અલી, શિવમ દુબે, રાજવર્ધન હૈગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, મથીશા પથિરાના, સિમરજીત સિંહ, દીપક સોલંકી, મહીષ તીક્ષ્ણા

  પર્સમાં બાકી રકમ- 20.45 કરોડ

  પંજાબ કિગ્સ- કેટલાક દિવસ પહેલા ફ્રેન્ચાઇઝીએ શિખર ધવનને કેપ્ટન બનાવ્યો હતો. હવે તેને પૂર્વ કેપ્ટન મયંક અગ્રવાલને રીલિઝ કરી દીધો છે.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- મયંક અગ્રવાલ, ઓડિયન સ્મિથ, વૈભવ અરોરા, બેની હૉવેલ, ઇશાન પોરેલ, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા, ઋતિક ચેટરજી

  વર્તમાન ટીમ- શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, જોની બેરિસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જિતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અર્થવ તાયદે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગિસો રબાડા, રાહુલ ચહર, હરપ્રીત બરાડ

  પર્સમાં બાકી રકમ- 32.2 કરોડ

  કોલકાતા નાઇટ રાઇડર્સ- કેકેઆરે એલેક્સ હેલ્સ, અજિંક્ય રહાણે સહિત કેટલાક મોટા નામને રીલિઝ કર્યા છે.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- પેટ કમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરૂણારત્ને, એરોન ફિંચ, એલેક્સ હેલ્સ, અભિજીત તોમર, અજિંક્ય રહાણે, અશોક શર્મા, બાબા ઇંદ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રાસિખ સલામ, શેલ્ડન જેક્સન

  ટ્રેડ પ્લેયર્સ- શાર્દુલ ઠાકુર, રહમાનુલ્લાહ ગુરબાજ, લૉકી ફર્ગ્યૂસન

  વર્તમાન ટીમ- શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, રહમાનુલ્લાહ ગુરબાજ, વેંકટેશ અય્યર, આંદ્રે રસેલ, સુનીલ નારીન, શાર્દુલ ઠાકુર, લૉકી ફર્ગ્યૂસન, ઉમેશ યાદવ, ટીમ સાઉથી, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી, અનુકૂળ રોય, રિંકૂ સિંહ

  પર્સમાં બાકી રકમ- 7.05 કરોડ

  લખનઉં સુપર જાયન્ટ-લખનઉંએ જેસન હોલ્ડર અને મનીષ પાંડે જેવા ખેલાડીઓને રીલિઝ કર્યા ચે.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- એંડ્ર્યૂ ટાઇ, અંકિત રાજપૂત, દુષ્મંતા ચમીરા, ઇવિન લુઇસ, જેસન હોલ્ડર, મનીષ પાંડે, શાહબાજ નદીમ

  વર્તમાન ટીમ- કેએલ રાહુલ (કેપ્ટન), આયુષ બદોની, કરણ શર્મા, મનન વોહરા, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડ્ડા, કાઇલ મેયર્સ, કૃણાલ પંડ્યા, આવેશ ખાન, મોહસિન ખાન, માર્ક વુડ, મયંક યાદવ, રવિ બિશ્નોઇ

  પર્સમાં બાકી રકમ-23.35 કરોડ

  રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ- આરસીબીએ પોતાની ટીમમાં ખાસ બદલાવ કર્યો નથી

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- જેસન બેહરેનડૉર્ફ, અનીશ્વર ગૌતમ, ચામા મિલિંદ, એલ.સિસોદિયા, શેરફેન રદરફૉર્ડ

  વર્તમાન ટીમ- ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઇ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વનિંદુ હસારંગા, શાહબાજ અહમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, આકાશદીપ

  પર્સમાં બાકી રકમ- 8.75 કરોડ

  રાજસ્થાન રોયલ્સ- ગત વખતની રનર્સઅપ ટીમે પોતાના કોર ગ્રુપને યથાવત રાખ્યો છે.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- અનુનય સિંહ, કોર્બિન બોશ, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, કરૂણ નાયર, નાથન કૂલ્ટર નાઇલ, રસ્સી વૈન ડેર ડુસેન, શુભમ ગઢવાલ, તેજસ બરોકા

  વર્તમાન ટીમ- સંજૂ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડ્ડિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટ્રેટ બોલ્ટ, ઓબેદ મેકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી કરિઅપ્પા

  પર્સમાં બાકી રકમ- 13.2 કરોડ

  દિલ્હી કેપિટલ્સ- દિલ્હી કેપિટલ્સે શાર્દુલ ઠાકુર, ટિમ સેફર્ટ જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. શાર્દુલ ઠાકુરને કોલકાતા નાઇટ રાઇડર્સે ટ્રેડ કર્યો હતો.

  રિલીઝ કરવામાં આવેલા ખેલાડી- શાર્દુલ ઠાકુર, ટિમ સેફર્ટ, અશ્વિન હેબ્બર, કેએસ ભરત, મનદીપ સિંહ

  ટ્રેડ પ્લેયર્સ- અમન ખાન

  વર્તમાન ટીમ- રિષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, યશ ઢુલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિચ નોર્કિયા, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ, લુંગી એનગિડી, મુસ્તફિઝુર રહમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ

  પર્સમાં બાકી રકમ- 19.45 કરોડ
  Published by:mujahid tunvar
  First published:

  विज्ञापन
  विज्ञापन