ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સૈમ કરેનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં લીધો છે. કરેલ આઈપીએલ હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો.
સૈમ કરન એક ઓલરાઉન્ડર છે અને ત્યારે આવા સમયે તેના પર મોટી બોલી લાગી છે. સરના ઓલરાઉન્ડરે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પુરી થયેલી ટી 20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. ડાબેરી પ્લેયર આ ખેલાડીએ ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 11.38ની એવરેજથી 13 વિકેટ લીધી હતી. ફાઈનલમાં કરને 4 ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ દ મેચ તરીકે પણ પસંદ થયો હતો.
અગાઉ આકાશ ચોપડાએ આગાહી કરી હતી કે, મારા હિસાબે ઓક્શન દરમિયાન સૈમ કરન સૌથી મોંઘો પ્લેયર સાબિત થઈ શકે છે. તેમના માટે 16-18 કરોડ રૂપિયાની બોલી લાગી શકે છે. 16 કરોડ 25 લાખને રેકોર્ડ પાર કરી શકશે. કોઈ પણ ટીમ માટે તે ખૂબ જ જબરદસ્ત ખેલાડી સાબિત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર