IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ વિશે કેમ નથી વિચારી રહ્યું? ફાસ્ટ બોલરે જણાવ્યું કારણ
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ વિશે કેમ નથી વિચારી રહ્યું? ફાસ્ટ બોલરે જણાવ્યું કારણ
જયદેવ ઉનડકટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વાપસીનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. (PIC-Screengrab)
IPL 2022: પ્લેઓફની રેસમાં રહેવા માટે મુંબઈને હવે બાકીની આઠ મેચો જીતવી પડશે પરંતુ ઉનડકટે કહ્યું કે તે આટલું આગળ જોઈ રહ્યો નથી. ઉનડકટે કહ્યું કે, 'આટલું આગળ વિચારવાની જરૂર નથી. અમારે મેચ બાય મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને અમારા પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. એકવાર તે થઈ જશે પછી બધું સારું થઈ જશે. અત્યારે એક જીત અને બે પોઈન્ટ સાથે ખાતું ખોલવું મહત્વપૂર્ણ છે.
હારનો સિલસિલો તોડવા માટે બેતાબ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના ઝડપી બોલર જયદેવ ઉનડકટે (jaydev unadkat) બુધવારે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની આગામી મેચમાં બોલરોએ એક યુનિટ તરીકે સારો દેખાવ કરવો પડશે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીની તમામ છ મેચ હારી છે. જસપ્રિત બુમરાહના નેતૃત્વમાં તેમના બોલરોએ નિરાશ કર્યા છે. ઉનડકટ, બેસિલ થમ્પી અને મુરુગન અશ્વિન બધા મોંઘા સાબિત થયા છે.
ઉનડકટે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'સામૂહિક પ્રયાસની જરૂર છે અને આપણે તેના પર ભાર મૂકવો પડશે. અમે અમારી ભૂલોમાંથી બોધપાઠ લઈને વધુ સારું કરીશું. અમારા કેટલાક બોલરોએ કેટલીક સારી ઓવરો ફેંકી છે પરંતુ એક યુનિટ તરીકે અમે સારું પ્રદર્શન કરી શક્યા નથી. અમે એક એકમ તરીકે સારી રીતે કેવી રીતે રમવું તે વિશે વાત કરી છે. ડેથ ઓવર કે પાવરપ્લેની કોઈ વાત નથી, માત્ર એક યુનિટ તરીકે સારા પ્રદર્શનની વાત છે.
પ્લેઓફની રેસમાં રહેવા માટે મુંબઈને હવે બાકીની આઠ મેચો જીતવી પડશે પરંતુ ઉનડકટે કહ્યું કે તે આટલું આગળ જોઈ રહ્યો નથી. ઉનડકટે કહ્યું કે, 'આટલું આગળ વિચારવાની જરૂર નથી. અમારે મેચ બાય મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને અમારા પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. એકવાર તે થઈ જશે પછી બધું સારું થઈ જશે. અત્યારે એક જીત અને બે પોઈન્ટ સાથે ખાતું ખોલવું મહત્વપૂર્ણ છે.
ગુરુવારે મુંબઈમાં IPLની 33મી લીગ મેચમાં મુંબઈ અને ચેન્નાઈની ટીમો સામસામે ટકરાશે. આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની શરૂઆત સારી રહી ન હતી. ચેન્નાઈએ જોકે છમાંથી એક મેચ જીતી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર