Home /News /ipl /VIDEO: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ LIVE મેચમાં શમી પર ગુસ્સે થઇ અપશબ્દો કહ્યા
VIDEO: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ LIVE મેચમાં શમી પર ગુસ્સે થઇ અપશબ્દો કહ્યા
હાર્દિક પંડ્યા ટીમના સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સામે પોતાનો ગુસ્સો ઠાલવતો જોવા મળ્યો હતો. (PIC. Screengrab)
IPL 2022: આ મેચમાં હાર્દિક પંડ્યા બે કારણોસર ચર્ચામાં રહ્યો હતો. પહેલું કારણ એ હતું કે તેણે આઈપીએલ (IPL)ના ઈતિહાસમાં તેની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. બીજી તરફ ફિલ્ડિંગ દરમિયાન તે ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (mohammed shami) પર ગુસ્સે થતો દેખાયો હતો. હાર્દિક (Hardik Pandya)નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને આઇપીએલ (IPL 2022) ની 15મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH vs GT) એ પ્રથમ હાર માટે મજબૂર કરી હતી. કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) ગુજરાતને 8 વિકેટે હરાવી વર્તમાન સિઝનની બીજી જીત નોંધાવી છે. આ મેચમાં હાર્દિક પંડ્યા બે કારણોસર ચર્ચામાં રહ્યો હતો. પહેલું કારણ એ હતું કે તેણે આઈપીએલ (IPL)ના ઈતિહાસમાં તેની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. બીજી તરફ ફિલ્ડિંગ દરમિયાન તે ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (mohammed shami) પર ગુસ્સે થતો દેખાયો હતો. હાર્દિક (Hardik Pandya)નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
— Bodhisattva #DalitLivesMatter 🇮🇳🏳️🌈 (@insenroy) April 11, 2022
ખરેખરમાં કંઈક એવું બન્યું કે સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગની તેરમી ઓવરમાં ગુજરાત તરફખી હાર્દિક પંડ્યા નાંખવા આવ્યો હતો. કેન વિલિયમસને હાર્દિકની ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી પંડ્યા એકદમ નિરાશ દેખાયો હતો. આ ઓવરના છેલ્લા બોલ પર રાહુલ ત્રિપાઠીએ ડીપ મિડવિકેટ પરથી એરિયલ શોટ રમ્યો, જે તરફ શમી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. લાંબા સમય સુધી હવામાં રહ્યા બાદ બોલ ફાસ્ટ બોલર શમીની સામે પડ્યો હતો. આ દરમિયાન શમીએ કેચ પકડવાનો પ્રયાસ કર્યો ન હતો. આ જોઈને હાર્દિક પંડ્યા ઉભો થઈ ગયો અને ગુસ્સો દર્શાવતા શમીને કેટલાક અપશબ્દો પણ કહ્યા હતા, જેનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોકોને હાર્દિકનું આ વર્તન પસંદ આવ્યું નથી. યુઝર્સનું કહેવું છે કે પંડ્યાએ અનુભવી શમી સાથે આવું વર્તન બિલકુલ ન કરવું જોઈએ. સોશિયલ મીડિયા પર લોકો હાર્દિકને ખૂબ ખરાબ કહી રહ્યા છે.
મેચની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ગુજરાતે આપેલા 163 રનના ટાર્ગેટનો પીછો કરતા 5 બોલ બાકી રહેતા 2 વિકેટના નુકસાને 168 રન બનાવી ધમાકેદાર વિજય મેળવ્યો હતો. ચાર મેચમાં ગુજરાતની આ પહેલી હાર છે જ્યારે હૈદરાબાદની ચાર મેચમાં બીજી જીત છે. કેન વિલિયમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર