Home /News /ipl /IPL 2022: ઉમરાન મલિક હવે ધોનીની કસોટી કરશે, CSKને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતની જરૂર

IPL 2022: ઉમરાન મલિક હવે ધોનીની કસોટી કરશે, CSKને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતની જરૂર

SRH vs CSK: CSK હાલમાં ટેબલ પોઇન્ટમાં 9મા ક્રમે છે. (CSK Instagram)

IPL 2022: ઉમરાન મલિકના શાનદાર પ્રદર્શન છતાં ટીમને છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે મલિક સાથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસેન અને ટી નટરાજન પાસેથી વધુ ટેકો મેળવવા ઈચ્છશે.

  સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (SRH vs SK) રવિવારે IPL 2022 ની મેચમાં સામે ટકરાશે ત્યારે ફરી એકવાર બધાની નજર ઉમરાન મલિક (Umran Malik)ના પ્રદર્શન પર રહેશે. મલિક આ આઈપીએલ સિઝનની શોધ છે, જેણે પોતાની ઝડપથી વિશ્વના ટોચના બેટ્સમેનોને માત આપી છે. હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં મલિકે 25 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં તેણે 4 બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. આ જમણા હાથનો ફાસ્ટ બોલર વર્તમાન IPLમાં સતત 150 kmphની ઝડપે બોલિંગ કરવાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. જમ્મુના બોલરે અત્યાર સુધી 8 મેચમાં 12ના સ્ટ્રાઈક રેટથી 15 વિકેટ ઝડપી છે.

  ઉમરાન મલિકના શાનદાર પ્રદર્શન છતાં ટીમને છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે મલિક સાથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસેન અને ટી નટરાજન પાસેથી વધુ ટેકો મેળવવા ઈચ્છશે. ગુજરાત સામેની છેલ્લી ઓવરમાં યાનસેન 22 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જેમાં રાશિદ ખાને કમાલની બેટિંદ કરી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદનું ટીમ મેનેજમેન્ટ તેમના અનુભવી બોલર ભુવનેશ્વર પર ઘણું નિર્ભર હતું, પરંતુ તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો ન હતો. તે તેના ટીકાકારોને ખોટા સાબિત કરવા માટે ઉત્સુક હશે.

  કેપ્ટન વિલિયમસન ખરાબ ફોર્મમાં

  કેપ્ટન કેન વિલિયમસનનું ફોર્મ ચિંતાનો વિષય છે. પરંતુ અભિષેક શર્મા અને એડન મકરમે જવાબદારી લીધી અને તેઓ આ સારું પ્રદર્શન ચાલુ રાખવા ઈચ્છશે. સનરાઇઝર્સ હૈદરાબાદ ઇચ્છે છે કે રાહુલ ત્રિપાઠી અને નિકોલસ પૂરન બેટ સાથે વધુ જવાબદારી લે. સનરાઈઝર્સ હૈદરાબાદ 8 મેચમાં 10 પોઈન્ટ સાથે 10 ટીમ ટેબલમાં ચોથા સ્થાને છે. ત્યાં જ CSK માટે આ સૌથી ખરાબ IPL રહી છે અને CSKને ટૂર્નામેન્ટમાં પોતાને જાળવી રાખવા માટે એક નક્કર પ્રયાસની જરૂર છે. તે માત્ર 4 પોઈન્ટ સાથે ટેબલમાં તળિયેથી બીજા સ્થાને છે. મલિક તેમના નબળા બેટિંગ યુનિટ માટે મોટો ખતરો હશે.

  આ પણ વાંચો- IPL 2022: જે ખેલાડીને આઇપીએલના મેગા ઓક્શનમાં કોઇએ ખરીદ્યો નહીં, તેણે 15 દિવસમાં 3 સદી ફટકારી

  પ્લેઓફ માટે જીત જરૂરી છે

  અગાઉની મેચમાં પંજાબ કિંગ્સ સામે 11 રનથી હારવાથી CSKની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જો અહીં કોઈ ભૂલ થશે તો ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે મુશ્કેલ થઈ શકે છે. સીએસકે રમતના તમામ વિભાગોમાં નિષ્ફળ ગઈ છે અને તેઓ તેમના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા પાસેથી તેમની કિસ્મત ફેરવવાની અપેક્ષા રાખવા માંગે છે. જાડેજા પોતાની ટીમને પ્લેઓફમાં પહોંચવાની ઓછામાં ઓછી તક આપવા માટે બોલ અને બેટ બંને સાથે તેના ફોર્મમાં પરત ફરવા માંગે છે, જોકે આ ક્ષણે શક્યતા ઓછી દેખાઈ રહી છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડના ફ્લોપ શોને કારણે CSKના બેટિંગ વિભાગને સૌથી વધુ નુકસાન થયું છે અને આ યુવા ખેલાડી બાકીની મેચોમાં ફોર્મમાં પરત ફરવા માંગશે.

  આ પણ વાંચો- IPL 2022: વિરાટ કોહલીની 14 ઇનિંગ્સની રાહ પૂર્ણ, નંબર-1 ટીમ સામે અડધી સદી ફટકારી

  અનુભવી રોબિન ઉથપ્પા અને ઓલરાઉન્ડર શિવમ દુબેએ પણ જરૂરતના સમયે પ્રદર્શન કરવું પડશે, જ્યારે કરિશ્માવાળા એમએસ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેની 'ફિનિશર' દાવ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું છે. અંબાતી રાયડુએ પંજાબ વિરૂદ્ધ 39 બોલમાં 78 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જો કે ટીમ હારી ગઈ હતી, પરંતુ તે ટોપ ઓર્ડરના બેટ્સમેનોની પણ મદદ લેવા ઈચ્છશે. બોલિંગમાં પણ પ્રદર્શન સમાન રહ્યું છે, જેમાં ઝડપી બોલર મુકેશ ચૌધરી સમગ્ર સિઝન દરમિયાન સંઘર્ષ કરી રહ્યો છે અને ડ્વેન પ્રિટોરિયસ પણ સામાન્ય દેખાઈ રહ્યો છે. ડ્વેન બ્રાવો ટીમનો વિશ્વાસુ છે જેણે વિકેટ લીધી છે. ઈજાગ્રસ્ત દીપક ચહર અને એડમ મિલ્નેની ગેરહાજરીમાં શ્રીલંકાના મહિષ તિક્ષા નિર્ણાયક છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Chennai super kings, IPL 2022, IPL Latest News, Sunrisers hyderabad, Umran Malik, આઇપીએલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन