Home /News /ipl /IPL 2022: આ ખેલાડીને કેકેઆરની પ્લેઈંગ ઈલેવનમાં કોઇ સ્થાન આપતું ન હતું, હવે ચૂકવવી પડી ભારે કિંમત
IPL 2022: આ ખેલાડીને કેકેઆરની પ્લેઈંગ ઈલેવનમાં કોઇ સ્થાન આપતું ન હતું, હવે ચૂકવવી પડી ભારે કિંમત
IPL 2022: ઉમેશ યાદવે IPL 2022 ની પહેલી જ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. (પીટીઆઈ)
IPL 2022ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચ માટે ઉમેશ યાદવને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
IPL 2022ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. કોલકાતાની આ જીતમાં સૂત્રધાર 'અંડરરેટેડ' ઉમેશ યાદવ (Umesh Yadav) રહ્યો. મેચની શરૂઆત પહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓ કેકેઆર (KKR)ની પ્લેઈંગ ઈલેવનમાં ઉમેશ યાદવને જગ્યા પણ આપી રહ્યા ન હતા. પરંતુ આ બોલરે મેચની પહેલી જ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડને આઉટ કરીને કહ્યું કે તેને હળવાશથી લેવું કેટલું ભારે પડી શકે છે. આખરે તે IPL જેવા મોટા મંચ પર સૌથી વધુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ (Most Man of the Match awards) જીતનાર એકમાત્ર ઝડપી બોલર આમ જ નથી.
IPL 2022ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચ માટે ઉમેશ યાદવને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં આ નવમી વખત હતું જ્યારે બોલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેના આ પ્રદર્શન પર કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્વીટ કર્યું, 'અહીંયા ઝલવો છે ઉમેશ ભાઈનો.'
KKR Tweet
આઈપીએલમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે. દક્ષિણ આફ્રિકાના આ સ્ટાર ક્રિકેટરે 25 વખત આ એવોર્ડ જીત્યો છે. આ યાદીમાં ક્રિસ ગેલ (22) અને રોહિત શર્મા (18) ત્રીજા નંબર પર છે. જ્યાં સુધી ઝડપી બોલરોની વાત છે તો ઉમેશ યાદવથી ઉપર માત્ર શેન વોટસન (16), આન્દ્રે રસેલ (11) અને જેક કાલિસ (10) છે.
દરેક વ્યક્તિ જાણે છે કે વોટસન, રસેલ અને કાલિસ સુપ્રસિદ્ધ ઓલરાઉન્ડર રહ્યા છે અને તેઓ ઘણી વખત તેમની બેટિંગના કારણે પ્લેયર ઓફ ધ મેચ તરીકે વોટ કરવામાં આવ્યા છે. એટલે કે શુદ્ધ ફાસ્ટ બોલરની વાત કરવામાં આવે તો ઉમેશ યાદવ સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ ધરાવે છે.
જસપ્રીત બુમરાહ, આશિષ નેહરા, જયદેવ ઉનડકટ અને લસિથ મલિંગાએ 6-6 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે. આ ચાર નામો આ એવોર્ડ જીતનારા નિષ્ણાત ઝડપી બોલરોની યાદીમાં ઉમેશ યાદવ પછી આવે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ઉમેશ યાદવને તે સ્ટારડમ નથી મળ્યું જેનો તે હકદાર છે. પરંતુ લિસ્ટ ઓફ ધ પ્લેયર પોતે જ તેની સફળતાની વાર્તા કહે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર