IPL 2022: એમએસ ધોનીની IPL જાહેરાત પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
IPL 2022: એમએસ ધોનીની IPL જાહેરાત પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
MS ધોનીની IPL પ્રમોશનલ એડ દૂર કરવામાં આવશે. (PTI)
આ જાહેરાત સામે કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પ્રમોશનલ એડમાં એમએસ ધોની (MS Dhoni)ને બસ ડ્રાઈવર તરીકે બતાવવામાં આવ્યો છે. જે વ્યસ્ત રોડની વચ્ચે બસ રોકે છે. આવી સ્થિતિમાં એક ટ્રાફિક પોલીસ તેની પાસે આવે છે અને તેને સવાલ કરે છે.
એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)નો પ્રચાર કરતી પ્રમોશનલ જાહેરાતો પાછી ખેંચી લેવા જણાવ્યું છે. રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ SCIએ આ ભલામણ કરી છે. સંસ્થાનું કહેવું છે કે પ્રમોશનલ એડમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
આ જાહેરાત સામે કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પ્રમોશનલ એડમાં એમએસ ધોની (MS Dhoni)ને બસ ડ્રાઈવર તરીકે બતાવવામાં આવ્યો છે. જે વ્યસ્ત રોડની વચ્ચે બસ રોકે છે. આવી સ્થિતિમાં એક ટ્રાફિક પોલીસ તેની પાસે આવે છે અને તેને સવાલ કરે છે. આ પછી ધોનીએ જવાબમાં કહ્યું કે તે IPLની સુપર ઓવર જોઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ તેને સામાન્ય સમજીને ત્યાંથી નીકળી જાય છે.
When it's the #TATAIPL, fans can go to any extent to catch the action - kyunki #YehAbNormalHai!
આ પછી ASCI એ રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનની આ ફરિયાદને ધ્યાનમાં લેવાનું નક્કી કર્યું હતું. ASCI ગ્રાહક ફરિયાદ સમિતિના સભ્યોએ પ્રોમો બનાવનાર કંપની સાથે આ જાહેરાત જોઈ હતી. પ્રમોશનલ એડ જોયા પછી ASCI એ સ્વીકાર્યું કે જાહેરાતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પછી જાહેરાત બનાવનારી કંપનીને 20 એપ્રિલ સુધીમાં તેને દૂર કરવા અથવા બદલવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાં જ કંપનીએ તેને લેખિતમાં સ્વીકાર્યું છે અને તે તેને પાછી ખેંચી લેશે.
એમએસ ધોનીનો આ પ્રમોશનલ એડ વીડિયો ખૂબ જ જલ્દી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે આઈપીએલની વાત આવે છે, તો ચાહકો કોઈપણ હદ સુધી જઈ શકે છે, કારણ કે તે સામાન્ય છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર