Home /News /ipl /IPL 2022: દીપક ચાહરના સ્થાને CSK માં સામેલ થઇ શકે છે 90થી વધુ મેચ રમાનાર આ અનુભવી ખેલાડી

IPL 2022: દીપક ચાહરના સ્થાને CSK માં સામેલ થઇ શકે છે 90થી વધુ મેચ રમાનાર આ અનુભવી ખેલાડી

આ ત્રણ ઝડપી બોલર ઈજાગ્રસ્ત દીપક ચહરના સ્થાને CSK ટીમ સાથે જોડાઈ શકે છે. (PIC-ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: CSKએ દીપકને 14 કરોડ રૂપિયામાં હરાજીમાં સામેલ કર્યો હતો. CSKએ હજુ સુધી ચહરના સ્થાને કોઈ ખેલાડીને સામેલ કર્યો નથી. દીપક ચાહરના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં કયા 3 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે.

  ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહર (Deepak Chahar) ઈજાના કારણે IPL 2022 (IPL)માંથી બહાર થઈ ગયો છે. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝની ત્રીજી ટી-20માં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પુનર્વસન માટે મોકલવામાં આવ્યો હતો. સીએસકે (CSK)ને આશા હતી કે દીપક આઈપીએલની શરૂઆતની કેટલીક મેચો છોડીને ટુર્નામેન્ટની વચ્ચે ટીમ સાથે જોડાઈ જશે પરંતુ તેમ થયું નહીં.

  CSKએ દીપકને 14 કરોડ રૂપિયામાં હરાજીમાં સામેલ કર્યો હતો. CSKએ હજુ સુધી ચહરના સ્થાને કોઈ ખેલાડીને સામેલ કર્યો નથી. દીપક ચાહરના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં કયા 3 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે.

  ઈશાંત શર્મા

  CSK એવી ટીમ છે જે અનુભવ પર વધુ વિશ્વાસ રાખે છે. આ ટીમમાં સામેલ ખેલાડીઓની સરેરાશ ઉંમર 30 વર્ષની આસપાસ છે. અનુભવની વાત કરીએ તો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા લગભગ એક દાયકાથી ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ છે. જો કે આ દરમિયાન તે ઘણી વખત ટીમની બહાર રહ્યો છે. ઈજાગ્રસ્ત દીપક ચાહરના સ્થાને CSK માટે ઈશાંત સારો વિકલ્પ બની શકે છે. તેની પાસે IPL અને ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો ઘણો અનુભવ છે.

  આ પણ વાંચો- IPL 2022: હરભજન સિંહના થપ્પડ પર એસ શ્રીસંતનો મોટો ખુલાસો, કહ્યુ- આજે પણ...

  ઈશાંત તાજેતરમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યો છે. તેણે 93 IPL મેચમાં 72 વિકેટ લીધી છે. ઈશાંતે 14 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ ઝડપી છે. તેણે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે પોતાની પ્રતિભા દર્શાવી છે.

  ધવલ કુલકર્ણી

  તેત્રીસ વર્ષના ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીએ સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ માટે ઘણી વિકેટો લીધી છે. જમણા હાથનો ઝડપી બોલર ધવલ દીપક ચહરની જેમ નવા બોલથી બોલિંગ કરી શકે છે. એટલે કે ધવલ નવા બોલને સ્વિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ લાંબા ફાસ્ટ બોલર આઈપીએલમાં ઘણી ફ્રેન્ચાઈઝી માટે બોલિંગ કરી ચૂક્યો છે. ચહરની ગેરહાજરીમાં, કેપ્ટન રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોની મુંબઈના આ બોલરને તક આપી શકે છે, જે વહેલી વિકેટ લેવામાં માહેર છે. ધવલ ડેથ ઓવરોમાં પણ વિવિધતા સાથે બોલિંગ કરી શકે છે.

  આ પણ વાંચો- કોંગ્રેસ જોઇન કરશે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર? દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક

  ધવલ આ ટી-20 લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત લાયન્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે IPLની 92 મેચમાં 86 વિકેટ લીધી છે.

  સંદીપ વોરિયર

  એકત્રીસ વર્ષના ફાસ્ટ બોલર સંદીપ વારિયરે વર્ષ 2021માં શ્રીલંકા સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વોરિયર ડોમેસ્ટિક ક્રિકેટમાં ખતરનાક બોલરોમાંથી એક છે. તેની પાસે ઝડપી બોલિંગ કરવાની ક્ષમતા છે. 2018-19 વિજય હજારે ટ્રોફીમાં સંદીપ કેરળ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. વર્ષ 2019માં વોરિયરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ હેટ્રિક લીધી છે. જમણા હાથનો ફાસ્ટ બોલર IPLની છેલ્લી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. તેણે આઈપીએલમાં 5 મેચમાં કુલ 2 વિકેટ લીધી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Chennai super kings, CSK, Deepak chahar, IPL 2022, IPL Latest News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन