IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માની નજીક આવેલા વ્યક્તિની ધરપકડ, જુઓ વીડિયો
IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માની નજીક આવેલા વ્યક્તિની ધરપકડ, જુઓ વીડિયો
IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન આ ઘટના બની હતી. (એએફપી)
IPL 2022: તાલેગાંવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મધુકર સાવંતે જણાવ્યું હતું કે, જાધવ પર IPC કલમ 447 (ગુનાહિત ઉપદ્રવ) અને 353 (જાહેર સેવકને તેની ફરજ નિભાવતા રોકવા માટે હુમલો) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma)ની નજીક આવેલા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ખરેખરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી આઈપીએલ 2022 (IPL 2022) ની 18મી મેચ દરમિયાન એક વ્યક્તિ સુરક્ષા વર્તુળ તોડીને મેદાનમાં ઘુસ્યો હતો. તે રોહિત શર્મા અને કોહલીની ખૂબ નજીક પણ પહોંચી ગયો હતો. સુરક્ષા કોર્ડન તોડનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.
રવિવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ દશરથ જાધવ છે, જે મહારાષ્ટ્રનો રહેવાસી છે. કોહલીને મળ્યા બાદ આ 26 વર્ષીય વ્યક્તિ રોહિત શર્મા તરફ જવા લાગ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તાલેગાંવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મધુકર સાવંતે જણાવ્યું હતું કે, જાધવ પર IPC કલમ 447 (ગુનાહિત ઉપદ્રવ) અને 353 (જાહેર સેવકને તેની ફરજ નિભાવતા રોકવા માટે હુમલો) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર મેદાનની બહાર લઈ જતી વખતે તેની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. તે પોલીસ સાથે ઝઘડામાં સંડોવાયેલ હોવાના અહેવાલ છે.
મુંબઈ અને RCB વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને RCBએ 9 બોલ પહેલા જ 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. મુંબઈના કેપ્ટન રોહિતે 26 રન બનાવ્યા હતા જ્યારે RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 48 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર