IPL 2022: ગુજરાત ટાઇટન્સને હરાવ્યા બાદ SRHને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડર 2 મેચ માટે ટીમથી બહાર!
IPL 2022: ગુજરાત ટાઇટન્સને હરાવ્યા બાદ SRHને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડર 2 મેચ માટે ટીમથી બહાર!
IPL 2022: વોશિંગ્ટન સુંદર ગુજરાત ટાઇટન્સ (PTI) સામેની મેચ દરમિયાન ઘાયલ થયો હતો.
IPL 2022: ગુજરાત વિરૂદ્ધ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા અને ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. જોકે તેને સફળતા મળી ન હતી, પરંતુ તેની બોલિંગ બાકીના બોલરોની તુલનામાં આર્થિક રીતે વધુ સારી હતી.
IPL 2022 માં બીજી જીત બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને મોટો આંચકો લાગ્યો છે. હૈદરાબાદનો સ્ટાર બોલર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ઓછામાં ઓછી 2 મેચમાંથી બહાર થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે હૈદરાબાદે ટૂર્નામેન્ટની આ સિઝનમાં તેની બીજી જીત નોંધાવી હતી. ગુજરાત વિરૂદ્ધ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા અને ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. જોકે તેને સફળતા મળી ન હતી, પરંતુ તેની બોલિંગ બાકીના બોલરોની તુલનામાં આર્થિક રીતે વધુ સારી હતી.
ખરેખરમાં સુંદરના બોલિંગ વાળા હાથ પર ઈજા થઈ છે. જેના કારણે તે હૈદરાબાદ માટે આગામી 2 મેચ રમવાની શક્યતાઓ નહિવત છે. લેગ-સ્પિનર શ્રેયસ ગોપાલ અને ડાબોડી સ્પિનિંગ ઓલરાઉન્ડર જે સુચિત હૈદરાબાદ માટે બે સંભવિત વિકલ્પો છે, જે પ્લેઈંગ ઈલેવનમાં સુંદરનું સ્થાન લઈ શકે છે.
ટીમના મુખ્ય કોચ ટોમ મૂડીએ આ વાતની પુષ્ટિ કરી છે. ઈજાના કારણે સુંદર ગુજરાત સામે 4 ઓવરનો ક્વોટા પણ પૂરો કરી શક્યો નહોતો. મૂડીએ કહ્યું કે સુંદરની ઈજા પર આગામી 2-3 દિવસ સુધી નજર રાખવામાં આવશે. મેચ બાદ કોચે કહ્યું કે સુંદરના અંગૂઠા અને પ્રથમ આંગળી વચ્ચે ઈજા છે. આગામી 2-3 દિવસ સુધી મોનીટરીંગ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેને કોઈ મોટો આંચકો નહીં લાગે.
રાજસ્થાન રોયલ્સ સામે હૈદરાબાદની શરૂઆતની મેચમાં સુંદર બોલિંગમાં કંઇ ખાસ ચાલ્યો નહોતો. તેણે 3 ઓવરમાં 47 રન આપ્યા હતા અને તેને એક પણ સફળતા મળી ન હતી. જોકે આ મેચમાં તેણે 14 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ પછી તેણે બોલ સાથે જોરદાર વાપસી કરી અને આગામી 3 મેચમાં 4 વિકેટ ઝડપી. આ દરમિયાન તેની ઇકોનોમી 6 થી ઓછી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર