Home /News /ipl /IPL 2022: હરભજન સિંહના થપ્પડ પર એસ શ્રીસંતનો મોટો ખુલાસો, કહ્યુ- આજે પણ...

IPL 2022: હરભજન સિંહના થપ્પડ પર એસ શ્રીસંતનો મોટો ખુલાસો, કહ્યુ- આજે પણ...

IPL 2022: એસ શ્રીસંત T20 અને ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. (એએફપી)

થપ્પડ કાંડ પછી હરભજન સિંહ તે આખી સિઝનમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. તપાસ બાદ બોર્ડે તેના પર 5 વનડે માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, શ્રીસંતે કોઈ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે હરભજન સિંહ તેના મોટા ભાઈ જેવો છે. વર્તમાન આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન અંગે તેણે કહ્યું કે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ બંને સારું પ્રદર્શન કરી રહ્યા છે.

વધુ જુઓ ...
સ્પોટ ફિક્સિંગ બાદ એસ શ્રીસંત (S Sreesanth) ઘરેલુ ક્રિકેટમાં પરત ફર્યો હતો. તેને રણજી ટ્રોફીમાં કેરળ તરફથી રમવાની તક મળી હતી. તેનું નામ IPL 2022 (IPL 2022)ની હરાજીની યાદીમાં પણ સામેલ હતું. પરંતુ કોઈ ટીમે તેને ખરીદ્યો નથી. આ પછી તેણે તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે તે 2-3 વર્ષ સુધી સ્થાનિક ટૂર્નામેન્ટ રમવાનું ચાલુ રાખશે. તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડે તેની કારકિર્દી પર બ્રેક લગાવી દીધી હતી. બીસીસીઆઈ દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં કોર્ટના આદેશ બાદ તે ઘટાડીને 7 વર્ષ કરવામાં આવ્યો હતો.

2008માં IPL દરમિયાન એક ઘટના બની હતી. પંજાબ કિંગ્સ તરફથી રમતા એસ શ્રીસંતને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે થપ્પડ મારી હતી. તે સમયે તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હતો. તે ઘટનાને યાદ કરતાં એસ શ્રીસંતે કહ્યું કે મને આજ સુધી ખબર નથી કે હરભજન સિંહે મને શા માટે થપ્પડ મારી. દૈનિક જાગરણ સાથે વાત કરતાં શ્રીસંતે કહ્યું કે હું છેલ્લા 2 વર્ષથી IPLમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ કદાચ વધતી જતી ઉંમરને કારણે તે થઈ શક્યું નહીં. મને ખુશી છે કે તમામ ફ્રેન્ચાઇઝી યુવા ખેલાડીઓને તક આપી રહી છે અને તેઓ સારૂ પ્રદર્શન પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Grishma Vekaria Murder Case : ગ્રીષ્મા હત્યા કેસ, બચાવ પક્ષના વકીલ રહ્યા ગેરહાજર, આ તારીખે આવી શકે છે ચુકાદો

હરભજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

થપ્પડ કાંડ પછી હરભજન સિંહ તે આખી સિઝનમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. તપાસ બાદ બોર્ડે તેના પર 5 વનડે માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, શ્રીસંતે કોઈ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે હરભજન સિંહ તેના મોટા ભાઈ જેવો છે. વર્તમાન આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન અંગે તેણે કહ્યું કે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ બંને સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે આ બેમાંથી માત્ર એકની પસંદગી કરવામાં આવશે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે.

આ પણ વાંચો- કોંગ્રેસ જોઇન કરશે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર? દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક

તાજેતરમાં લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે એવું કહીને સનસનાટી મચાવી હતી કે 2011ની ચેમ્પિયન્સ લીગ દરમિયાન તેને એક ખેલાડીએ બાલ્કનીમાંથી લટકાવી દીધો હતો. આ પછી પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવા ખેલાડીઓ પર કાયમ માટે પ્રતિબંધ લગાવવો જોઈએ. તેના પર એસ શ્રીસંતે કહ્યું કે 11 વર્ષ પછી આવી વસ્તુઓનો પર્દાફાશ કરવાનો કોઈ અર્થ નથી. તેણે તે સમયે જ આ બધું કહેવું હતું. મને લાગે છે કે તેણે આ બધું મજાકમાં કહ્યું હતું. તેણે કહ્યું કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ કદાચ અત્યાર સુધી આઈપીએલમાં ફોર્મ હાંસલ કરી શક્યા નથી. પરંતુ તેઓ ટી-20 વર્લ્ડ કપમાં સારો દેખાવ કરશે.
First published:

Tags: Harbhajan singh, IPL 2022, IPL Latest News, S sreesanth

विज्ञापन