Home /News /ipl /IPL 2022: ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ આઇપીએલ અદ્ધવચ્ચે છોડી ઘરે આવ્યો, બહેનનું થયું નિધન
IPL 2022: ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ આઇપીએલ અદ્ધવચ્ચે છોડી ઘરે આવ્યો, બહેનનું થયું નિધન
પોતાની બહેનના અવસાનના સમાચાર મળતાની સાથે જ હર્ષલ પટેલ બાયોબબલથી નીકળી ગયો છે
IPL 2022: હર્ષલ પટેલની બહેનનું નિધન શનિવારે થયું છે. તેમની તબિયત થોડા દિવસ પહેલા લથડી હતી. અને શનિવારે અચાનક તેમના નિધનની ખબર આવતા જ હર્ષલ પટેલ આઇપીએલને અદ્ધવચ્ચે છોડી પોતાના ઘરે આવી ગયો છે.
અમદાવાદ : આઇપીએલની 15મી સિઝનમાં તમામ ટીમો આમનેસામને પોતાનો દમ દેખાડી રહી છે ત્યારે આઇપીએલના એક ખેલાડીના માથે આકાશ તૂટી પડ્યું છે, આઇપીએલ 2022 (IPL 2022) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમમાં રમતા ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલ (Harshal Patel) માટે ખુબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. RCBના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનના નિધનના સમાચાર આવતા જ તે બાયો બબલથી બહાર નીકળી ગયો છે.
પોતાની બહેનના અવસાનના સમાચાર મળતાની સાથે જ હર્ષલ પટેલ બાયોબબલથી નીકળી ગયો છે અને અદ્ધવચ્ચે ટીમનો સાથ છોડી તે ઘરે પરત આવી ગયો છે. આ સાથે જ કેટલાક દિવસ તે આઇપીએલથી દૂર રહેશે.
જણાવી દઇએ કે, હર્ષલ પટેલની બહેનનું નિધન શનિવારે થયું છે. તેમની તબિયત થોડા દિવસ પહેલા લથડી હતી. અને શનિવારે અચાનક તેમના નિધનની ખબર આવતા જ હર્ષલ પટેલ આઇપીએલને અદ્ધવચ્ચે છોડી પોતાના ઘરે આવી ગયો છે.
પીટીઆઈના જણાવ્યા અનુસાર હર્ષલ પટેલ મેચ પૂરી થયા પછી તરત જ એક દિવસ માટે ઘરે જવા રવાના થઈ ગયો છે. હવે તે 12 એપ્રિલ CSK સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાય તેવી શકયતાઓ છે. જો કે તે જોડાશે ત્યારે ક્વોરેંટાઈન સિસ્ટમ શુ હશે તે અત્યારે સ્પષ્ટ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે પરત ફરશે ત્યારે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે તે બાદ જ તે ટીમને જોઇન કરી શકશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર