Home /News /ipl /IPL 2022: દિલ્હી ટીમના કેપ્ટને કહ્યું- 'કોવિડ કેસના કારણે ગભરાય ગયા હતા, મેચ રદ થવાની હતી પણ...
IPL 2022: દિલ્હી ટીમના કેપ્ટને કહ્યું- 'કોવિડ કેસના કારણે ગભરાય ગયા હતા, મેચ રદ થવાની હતી પણ...
પંજાબ કિંગ્સ સામે જીત નોંધાવીને ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. (પીટીઆઈ)
IPL 2022: પંજાબ કિંગ્સ સામે જીત નોંધાવ્યા બાદ ઋષભ પંતે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર ડેવિડ વોર્નર સાથેની એક તસવીર શેર કરી હતી. આ ફોટોના કેપ્શનમાં પંતે લખ્યું, “છેલ્લા કેટલાક દિવસો ટીમ માટે મુશ્કેલ રહ્યા છે. આ મેચમાં ટીમના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન."
બુધવારે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચેની મેચ પહેલા દિલ્હીના કેમ્પમાં છઠ્ઠો કોવિડ -19 (CoronaVirus)કેસ આવ્યા બાદ મૂંઝવણ અને ગભરાટની સ્થિતિ બની ગઇ હતી. બંને ટીમો વચ્ચે મેચ થશે કે કેમ તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. આવી સ્થિતિમાં ઋષભ પંત (Rishabh Pant)ની ટીમે બહારની બાબતોને બાજુ પર રાખીને મેચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 9 વિકેટે કચડી નાખ્યું હતું. દિલ્હીના કેમ્પમાં કોરોના સંક્રમિતનો છઠ્ઠો કેસ સામે આવ્યા બાદ ટીમની અંદર કેવું વાતાવરણ હતું તેના પર કેપ્ટન ઋષભ પંતે નિવેદન આપ્યું છે.
દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોનાના ઘણા કેસ આવ્યા બાદ પંજાબ સામેની મેચ રદ્દ કરવાની ચર્ચા થઈ હતી. બીજી તરફ સોશિયલ મીડિયા પર યુઝર્સે સમગ્ર આઈપીએલ રદ કરવાની માંગ કરી હતી. મેચની સવારે જ્યારે ટીમના સભ્ય ટિમ સીફર્ટનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે આ મેચ કદાચ નહીં થાય. પરંતુ તેમ છતાં બંને ટીમો મેચ રમવા માટે તૈયાર હતી.
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે કહ્યું, “મેચને લઈને ઘણી મૂંઝવણ હતી. ટીમના ખેલાડીઓને મેચ પહેલા ટિમ સીફર્ટના કોરોના સંક્રમણ વિશે ખબર પડી હતી. અમે થોડા નર્વસ હતા કારણ કે મેચ રદ્દ થવાની ચર્ચા હતી. પરંતુ અમે એક ટીમ તરીકે કહ્યું કે અમારે અમારી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
છેલ્લા કેટલાક દિવસો મુશ્કેલ રહ્યા છે
પંજાબ કિંગ્સ સામે જીત નોંધાવ્યા બાદ ઋષભ પંતે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર ડેવિડ વોર્નર સાથેની એક તસવીર શેર કરી હતી. આ ફોટોના કેપ્શનમાં પંતે લખ્યું, “છેલ્લા કેટલાક દિવસો ટીમ માટે મુશ્કેલ રહ્યા છે. આ મેચમાં ટીમના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન."
આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 115 રન બનાવ્યા હતા. જીતેશ શર્મા 32 અને મયંક અગ્રવાલે સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે જીત માટે આપેલા 116 રનના ટાર્ગેટને 10.3 ઓવરમાં એક વિકેટના નુકસાને પૂરો કર્યો હતો. દિલ્હી તરફથી પૃથ્વી શોએ 41 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નર 60 રને અણનમ રહ્યો હતો. તેના સિવાય સરફરાઝ ખાન પણ 12 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. આ જીત બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર